શો દ્વારા અમિતાભ બચ્ચનની કમાણીમાં કરોડો રૂપિયાનો વધારો થાય છે
દરેક સીઝમાં પોતાની ફીમાં વધારો કર્યો છે.
૧૪મી સીઝન માટે ૪થી સાડા ચાર કરોડ પ્રતિ એપિસોડ ચાર્જ કર્યા છે
અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ( KBC)દ્વારા લોકોનું મનોરંજન કરે છે. આ શોમાં ભાગ લઇને જીતનારા લોકો રકમ પણ મેળવી જાય છે. પરંતુ સૌથી રસપ્રદ તો એ છે કે, આ શો દ્વારા અમિતાભ બચ્ચનની કમાણીમાં કરોડો રૂપિયાનો વધારો થાય છે. આ શો ૨૦૦૦ની સાલથી શરૂ થયો છે અને આજે છેક ૨૦૨૨ ચાલી રહી છે. તેમણે દરેક સીઝમાં પોતાની ફીમાં વધારો કર્યો છે. એક રિપોર્ટના અનુસાર, અમિતાભે હાલમાં ટેલિકાસ્ટ થનારી ૧૪મી સીઝન માટે ૪થી સાડા ચાર કરોડ પ્રતિ એપિસોડ ચાર્જ કર્યા છે. જોકે સત્તાવાર રીતે તેમના મહેનતાણાની રકમનો આંકડો મળ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, કૌન બનેગા કરોડપતિ શો ૨૦૦૦ની સાલમાં પહેલી વખત ટેલિકાસ્ટ થયો હતો. ત્યારે તેમણે ૨૫ લાખ રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કર્યા હતા. ૨૦૧૧માં તેમણે પાંચમી સીઝનને હોસ્ટ કરી હતી જેમાં તેમણે એપિસોડ દીઠ રૂપિયા એક કરોડ ફી તરીકે લીધા હતા. છઠ્ઠી અને સાતમી સીઝન ૨૦૧૩માં ટેલીકાસ્ટ થઇ હતી જેમાં તેમણે બન્ને સીઝન્સ માટે પ્રતિ એપિસોડ દોઢ કરોડ અને દોઢ થી બે કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. ૨૦૧૪માં કેબીસીની આઠમી સીઝન આવી હતી અને રિપોર્ટસનું માનીએ તો,અમિતાભે આ સીઝન માટે એપિસોડ દીઠ બે કરોડ રૂપિયા મેળવ્યા હતા.
૨૦૧૪ પછી ૨૦૧૫ અને ૨૦૧૬માં કેબીસીનું ટેલીકાસ્ટ થયું નહોતું. ૨૦૧૭માં ૯મી સીઝન, ૨૦૧૮માં ૧૦મી અને ૨૦૧૯માં ૧૧મી સીઝન ટેલીકાસ્ટ થઇ જેમાં દરેક એપિસોડ દીઠ તેમણે ક્રમશઃ ૨.૬, ૩.૦૦ અને ૩.૫૦ કરોડ રૂપિયા ફી લીધી હતી.શોની ૧૨મી સીઝન ૨૦૨૦-૨૧ અને ૧૩મી ૨૦૨૧ ટેલીકાસ્ટ થઇ હતી, આ બન્ને સીઝન માટે બિગ બીની ફી લભગ ૩.૫૦ કરોડ રૂપિયા પ્રતિ એપિસોડ હતી. હવે ૧૪મી સીઝન જલદી શરૂ થવાની છે જે માટે બિગ બીની ફી દરેક એપિસોડ માટે ચારથી પાંચ કરોડ હોવાનો અંદાજ મનાઇ રહ્યો છે.