આલિયા ભટ્ટે તેની હોલીવુડ ડેબ્યુ ફિલ્મ ‘ હાર્ટ ઓફ સ્ટોન’ની શુટિંગ પૂરું કરી લીધું
આલિયાએ એક્ટ્રેસ Gal Gadot સાથેની થોડી તસવીરો શેર કરી
‘પણ હવે.. હું ઘરે અવી રહી છું બેબી..’ – આલિયા ભટ્
આલિયા ભટ્ટે તેની હોલીવુડ ડેબ્યુ ફિલ્મ ‘ હાર્ટ ઓફ સ્ટોન’ની શુટિંગ પૂરું કરી લીધું છે. સાથે જ આ વિશે માહિતી આપતા આલિયાએ તેના સોશ્યલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી જે ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. એ પોસ્ટમાં આલિયાએ રણબીર માટે મેસેજ છોડ્યો છે જે લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. હાલ આલિયા તેની હોલીવુડ ફિલ્મને ચર્ચામાં બની રહે છે પણ સાથે જ આલિયા તેની પ્રેગ્નેસીને કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. આલિયા અને રણબીરના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. હાલમાં જ આલિયા એ તેની પ્રેગ્નેન્સીની ખબર સંભળાવીને દરેક લોકોને ચોંકાવી દીધા હતા.
હાલ હોલીવુડ ડેબ્યુ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ની શુટિંગ પૂર્ણ કરીને આલિયાએ રણબીર માટે એક તસ્વીર અને મેસેજ પોસ્ટ કરી હતી પણ એ પહેલા બીજી એક અભિનેત્રીએ આલિયા માટે વાત કહી હતી જે જાણીને આલિયા ઘણી ખુશ થઇ હતી. ચાલો જોઈએ એ વાત અને આલિયાનો રણબીર માટેનો મેસેજ શું છે.
‘હાર્ટ ઓફ સ્ટોન’ની શુટિંગ પૂર્ણ કરી આલિયા એ ફિલ્મના સેટ અને સાથી એક્ટ્રેસ Gal Gadot સાથેની થોડી તસવીરો શેર કરી અને સાથે આલિયાએ તેના કેપ્શનમાં લખ્યું કે, ‘ હાર્ટ ઓફ સ્ટોન.. તારી પાસે તો મારું આખું દિલ છે. Gal Gadot તારો અને મારા ફિલ્મ ડાયરેક્ટર ટોમ અને બીજા બધાને પણ હું ક્યારેય ન ભૂલી શકું એવો અનુભવ આપવા માટે ખુબ ખુબ આભાર. હવે મણે બસ ફિલ્મની રાહ છે. પણ હવે.. હું ઘરે અવી રહી છું બેબી..’
હોલીવુડની એક્ટ્રેસ Gal Gadot એ પણ આલિયા માટે એક પ્રેમ ભરી પોસ્ટ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે જેમાં એમને આલિયા સાથે એક તસ્વીર શેર કરી છે અને સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે’ ઘણો બધો પ્રેમ, આ પ્રેમાળ છોકરી આલિયાને, ખુબ જ સારી વ્યક્તિ અને ખુબ ટેલેન્ટેડ છે.