વર્ષોના ડેટિંગ બાદ હવે લગ્ન કરશે પાયલ રોહતગી-સંગ્રામ સિંહ
આગ્રામાં યોજાશે લગ્ન અને બીજા સ્થળોએ કરશે રિસેપ્શન
હિન્દુ મંદિરમાં હિંદુ રીતિ રિવાજથી કરશે લગ્ન
બોલીવુડમાં આજકાલ બધા સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. રણબીર કપૂર-આલિયા ભટ્ટ અને વિકી કૌશલ-કેટરિના કૈફ બાદ હવે અભિનેત્રી પાયલ રોહતગીના ઘરે પણ લગ્ન-ગીતો અને શરણાઈ વાગવા જઇ રહ્યા છે. પાયલ રોહતગીએ વર્ષોના ડેટિંગ બાદ હવે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. પાયલ રોહતગી અને તેના રેસલર બોયફ્રેન્ડ સંગ્રામ સિંહના લગ્ન 9 જુલાઈએ આગ્રામાં થવાના છે. અભિનેત્રીએ આ વાત જણાવી હતી.
હંમેશાની જેમ ઉત્સાહિત પાયલે કહ્યું, “આગ્રા તાજમહેલ માટે જાણીતું છે, પરંતુ આગ્રામાં ઘણા હિન્દુ મંદિરો પણ છે, જેના વિશે આપણે જાણતા નથી. અમે ઇચ્છીએ છીએ કે લોકો હિન્દુ મંદિરોની સુંદરતા માટે આગ્રાને જાણે.
સંગ્રામ સિંહે કહ્યું, “હું પાયલને પહેલી વાર આગ્રા મથુરા રોડ પર મળ્યો હતો. એ જ અમારું ભાગ્ય હતું. અમે જુલાઈમાં આગ્રાના જેપી પેલેસમાં લગ્ન કરવાના છીએ. મહેંદી, હલ્દી, સંગીત સેરેમની ત્રણ દિવસોમાં યોજાશે. અમે અમારા પરિવારના સભ્યોની હાજરીમાં આગ્રાના એક જૂના મંદિરમાં હિન્દુ રીતિ-રિવાજો સાથે લગ્ન કરી રહ્યા છીએ.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આગ્રા પ્રેમના પ્રતીક તરીકે જાણીતું છે. અહીં અમે દેવતાઓ અને વડીલોના આશીર્વાદથી એક મંદિરમાં એક થવા માંગીએ છીએ.” આ દંપતીએ દિલ્હી, મુંબઈ અને હરિયાણામાં તેમના વિસ્તૃત પરિવાર માટે લગ્ન પછીનું રિસેપ્શન યોજવાનું આયોજન કર્યું છે.