ગદર 2નું 80% શુટિંગ સમાપ્ત
સની દેઓલે શેર કરી પોસ્ટ
વર્ષ અંત સુધીમાં ફિલ્મ થશે રિલીઝ
સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2નું શુટિંગ 80% સમાપ્ત થઇ ચુક્યું છે. ફિલ્મ વર્ષનાં અંત સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે.વર્ષ 2001માં આવેલી સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર’ને કોણ ભૂલી શકે? સની દેઓલની એક્ટિંગ અને દમદાર ડાયલોગ્સ ડિલીવરીએ લોકોને તેમના ફેન બનાવ્યા હતા. ફિલ્મ અને અભિનેતાનાં ફેંસ માટે એક સારા સમાચાર છે. આ ફિલ્મનો બીજો પાર્ટ જલ્દી જ રિલીઝ થવા જઈ રહ્યો છે. તેનું શુટિંગ ગયા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશમાં ચાલી રહ્યું છે, જે હવે પૂરું થઇ ગયું છે. સમાચારો મળી રહ્યા છે કે નિર્દેશક અનિલ શર્માની આ પ્રતિષ્ઠિત પીરિયડ ડ્રામા ફિલ્મ ‘ગદર’એ લખનૌ શેડ્યુલનું શુટિંગ પૂરું કર્યું છે.80% શુટિંગ સમાપ્ત’ગદર પાર્ટ 2’ના સેટ પરથી સામે આવતા સમાચારો અનુસાર, આ ફિલ્મે મોટાભાગનું શુટિંગ પૂરું કર્યું છે. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર આ ફિલ્મે લગભગ 80% શુટિંગ પૂરું કરી લીધું છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું બાકીનું શુટિંગ આ જ વર્ષે જૂનમાં શરુ થશે.બારાબંકી જેલમાં થયું ગદર 2નું શુટિંગજણાવી દઈએ કે આ ફિલ્મનું શુટિંગ બારાબંકી શહેરમાં સ્થિત જેલમાં થયું છે.
આ સિક્વન્સ શૂટ કરવા માટે ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટરે સરકાર પાસેથી અનુમતિ લીધી હતી. ફિલ્મનું શુટિંગ પહેલા 16 એપ્રિલનાં રોજ શરુ થવાનું હતું, પણ કોઈ કારણોસર ટીમ ત્યાં પહોંચી ન શકી અને 20 એપ્રિલથી શુટિંગ શરુ થયું હતું અને હવે પૂરું પણ થઇ ગયું.સની દેઓલે શેર કરી પોસ્ટસની દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તારા સિંહનાં લુકમાં પોતાની તસવીર શેર કરતા લખ્યું કે માત્ર અમુક ભાગ્યશાળી લોકોને જ અદ્ભુત પાત્રોને જીવનમાં પાછા લાવવાનો મોકો મળે છે. 20 વર્ષ બાદ પેશ છે તારા સિંહ. ફિલ્મ ગદર 2નું પહેલું શેડ્યુલ પૂરું કરીને સારું અનુભવી રહ્યો છું.ફિલ્મની ઓફિશિયલ ઘોષણા બાદ અમીષા પટેલે ફિલ્મના સેટ પરથી તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરોમાં જ્યાં સની દેઓલ પાઘડી પહેરેલા તારા સિંહના લૂકમાં હતો, તો અમીષા પટેલે પણ સલવાર સૂટ પહેર્યો હતો. આ સિવાય અમીષાએ ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં અમીષા પટેલ અને સની દેઓલની સાથે ફિલ્મની બાકીની ટીમ પણ હતી.નિર્દેશક-નિર્માતા અનિલ શર્મા દ્વારા નિર્દેશિત અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સુપરસ્ટાર સની દેઓલ અને અમીષા પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષના અંત સુધીમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આશા છે કે ફિલ્મ એવો જ જાદૂ કરી શકે, જેવો તેના પહેલા પાર્ટે કર્યો હતો.