દેશની સૌથી સસ્તી આરઇ મોટરસાઇકલ
કિંમત અંદાજીત 1.3 થી 1.4 લાખ રૂપિયા
ઓગસ્ટમાં લોન્ચ થવાની શક્યતાઓ
રોયલ એનફિલ્ડ હન્ટર 350ને છેલ્લા ઘણા સમયથી સમયાંતરે લીક ફોટા દ્વારા જોવામાં આવી રહી છે. કંપની લાંબા સમયથી આ મોટરસાઈકલનું ભારતીય રસ્તાઓ પર પરીક્ષણ કરી રહી છે. ટેસ્ટિંગ શરૂ થયા બાદ તેને ઘણી વખત જોવામાં આવી છે અને હવે આ બાઇક ટૂંક સમયમાં જ માર્કેટમાં આવવા માટે તૈયાર છે. રોયલ એનફિલ્ડ હન્ટર 350ને આ મહિનાના અંતમાં અથવા ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેના એન્જિનની વાત કરીએ તો નવી રોયલ એનફિલ્ડ હન્ટર 350માં રોયલ એનફિલ્ડ મિટિયરની જેમ જ 349સીસી, એર કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન મળશે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળી શકે છે, જે 20.2bhp પાવર અને 27Nm ટોર્ક જનરેટ કરી શકે છે.
જો કે, કંપની દ્વારા એન્જિનને સ્પોર્ટિયર એક્ઝોસ્ટ નોટ આપવા માટે રીટ્યૂન કરી શકાય છે. રોયલ એનફિલ્ડ હન્ટર 350 કોમ્પેક્ટ બાઇક હશે. તે સર્ક્યુલર હેડલેમ્પ સાથે રેટ્રો લુકવાળી બાઇક હશે. તેમાં સ્ટબી એક્ઝોસ્ટ મળશે. બ્રેકિંગની વાત કરીએ તો તેમાં આગળ પાછળ ડિસ્ક બ્રેક્સ હશે. તેમાં ડ્યુઅલ ચેનલ એબીએસ (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ) મળશે. તે પરંપરાગત ટેલિસ્કોપિક ફોર્ક્સ અપફ્રન્ટ અને ડ્યુઅલ રીઅર શોક એબ્ઝોર્બર્સ મેળવી શકે છે. આગામી રોયલ એનફિલ્ડ હન્ટર 350 ના ડિઝાઇન એલિમેન્ટ અને સુવિધાઓ Meteor સાથે મેળ ખાય છે.
તેમાં ડબલ ક્રેડલ ચેસિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં RE Meteor 350 સાથે ટ્વીન-પોડ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ હોઇ શકે છે. રોયલ એનફિલ્ડનું ટ્રિપર નેવિગેશન પોડ વૈકલ્પિક એક્સેસરી તરીકે મળી શકે છે. લોન્ચ થયા બાદ તે દેશની સૌથી સસ્તી આરઇ મોટરસાઇકલ બની શકે છે. તેની અંદાજિત કિંમત 1.3 લાખ રૂપિયાથી 1.4 લાખ રૂપિયાની વચ્ચે છે. જ્યારે આ પ્રાઇસ રેન્જમાં લોન્ચ કરવામાં આવશે ત્યારે હન્ટર રોયલ એનફિલ્ડ બુલેટ લગભગ 10,000 રૂપિયા સસ્તી થશે. બાઇકનું મોડલ લાઇનઅપ બે વેરિએન્ટમાં આપી શકે છે.