બુકિંગ ખુલ્યાના 2 કલાકની અંદર વેચાઇ ગયુ છે
વોલ્વો એક્સસી 40 રિચાર્જ ઈલેક્ટ્રીક એસયુવી ભારતીય માર્કેટમાં લોન્ચ
XC40 રિચાર્જ માત્ર 4.9 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે
આ એસયુવી માટે બુકિંગ આજે સવારે 11 વાગ્યે શરૂ થયુ હતુ અને હવે કંપનીએ જણાવ્યું કે આ ઈલેક્ટ્રિક એસયુવીનુ બધુ યુનિટ બુકિંગ ખુલ્યાના 2 કલાકની અંદર વેચાઇ ગયુ છે. કંપનીએ એવી પણ જાહેરાત કરી કે તે આગળની ડિલીવરી માટે ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવાનુ ચાલુ રાખશે.
જેમાં એલઈડી હેડલેમ્પ, ડ્યુઅલ જોન ક્લાઈમેટ કંટ્રોલ, એર પ્યુરીફાયર, પેનોરમિક સનરૂફ, પાવર્ડ ફ્રન્ટ સીટ, ડ્રાઈવર સીટ મેમરી ફંકશન, ગુગલ સૉફ્ટવેરની સાથે 9.0 ઈંચ ટચસ્ક્રીન અને ઈન-બિલ્ટ ગુગલ આસિસ્ટન્ટ, હરમન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ સ્માર્ટફોન ઈન્ટીગ્રેશન અને સેફ્ટીની દ્રષ્ટિએથી 7 એરબેગ, ABS, ટ્રેક્શન અને સ્ટેબિલિટી કંટ્રોલ, ટાયર પ્રેશર મૉનિટર સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા, હિલ ડિસન્ટ કંટ્રોલ અને ADAS, ક્રૂઝ નિયંત્રણ, લેન કીપ આસિસ્ટ, બ્લાઈન્ડ સ્પોટ મૉનિટરિંગ અને રિયર ક્રોસ ટ્રાફિક એલર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યાં છે.
XC40 રિચાર્જ માત્ર 4.9 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. જેમાં અન્ડરફ્લોર માઉન્ટેડ 79 kWh બેેટરી પેક છે. આ એક વખત ફૂલ ચાર્જ થતાં આશરે 418 કિમીની રેન્જ આપી શકે છે. જેનો બેટરી પેક ફાસ્ટ ચાર્જિગને સપોર્ટ કરે છે અને આ 10-80 ટકા સુધી 28 મિનિટથી પણ ઓછા સમયમાં ચાર્જ થાય છે.
કંપની ઓક્ટોબરમાં આ કારની ડિલીવરી શરૂ કર્યા બાદ ડિસેમ્બર 2022ના અંત સુધી 150 XC40 રિચાર્જ કારની ડિલીવરી કરવાનો પ્લાન બનાવી રહી છે અને કંપનીનો એવો પણ દાવો છે કે આ પહેલી વખત છે કે કંપનીને આ પ્રકારનુ બુકિંગ 2 કલાકના આટલા ઓછા સમયમાં પ્રાપ્ત થયુ.