ટોયોટા કિર્લોસ્કર મોટરના વરિષ્ઠ એક્ઝિક્યુટિવના જણાવ્યા અનુસાર, ઓટોમોબાઈલ માર્કેટ હવે ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે. ઓટોમેકર તેની કારમાં તમામ પ્રકારની પાવરટ્રેનનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. જેથી ગ્રાહકોને નવા ફોર્મમાં ઘણા વિકલ્પો મળી શકે. અત્યારે અમારે પેટ્રોલ ડીઝલ કારમાંથી હાઇબ્રિડ અને ઇવી તરફ જવા માટે જનતાને સારી રેન્જ પ્રદાન કરવી પડશે.
ઇથેનોલનું મિશ્રણ માર્ચ 2023 સુધીમાં 11.5 ટકા સુધી પહોંચશે
કંપનીનું લક્ષ્ય અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવાના સરકારના ધ્યેયને અનુરૂપ છે. હાઇબ્રિડ, ઇલેક્ટ્રિક અને ફ્લેક્સ-ફ્યુવે બહુવિધ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ટોયોટા તેના ઉત્પાદન કેન્દ્રોને વધુ કાર્યક્ષમ બનાવવા માટે રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. તેમણે માહિતી આપી હતી કે ભારતમાં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 2013-14માં 1.53 ટકાથી વધીને માર્ચ 2023 સુધીમાં 11.5 ટકા થવાની તૈયારીમાં છે. જેના કારણે તેલના આયાત બિલમાં 41,500 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં મદદ મળી છે.
35,000 કરોડની બચત થવાની ધારણા છે
વધુમાં, 2020-21માં, ઇથેનોલ મિશ્રણથી 26 મિલિયન બેરલ પેટ્રોલમાં ઘટાડો થયો, જેના કારણે રૂ. 10,000 કરોડની બચત થઈ. એપ્રિલ 2025 સુધીમાં E20 (પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ)ને કારણે ભારત તેના તેલના આયાત બિલમાં વાર્ષિક રૂ. 35,000 કરોડની બચત કરશે તેવી અપેક્ષા છે. જે E20 ઇંધણ પેટ્રોલની તુલનામાં PM2.5 ઉત્સર્જનમાં 14 ટકા ઘટાડો કરશે.
તાજેતરમાં, ટોયોટા મોટર્સે ઈન્ડોનેશિયામાં ચાલી રહેલા ગાયકિન્દો ઈન્ડોનેશિયા ઈન્ટરનેશનલ ઓટો શોમાં તેની ફ્લેગશિપ SUV ફોર્ચ્યુનરનું ફ્લેક્સ-ફ્યુઅલ વર્ઝન રજૂ કર્યું હતું. આ સાથે કંપનીએ હાઇબ્રિડ કાર પર ઘણો ભાર મૂક્યો છે. કોરોલા અલ્ટીસ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનથી સજ્જ છે જે પેટ્રોલ, ઇથેનોલ તેમજ ઇલેક્ટ્રિક પાવરટ્રેન સાથે સુસંગત છે. તેના મૂળમાં 1.8-લિટર ઇથેનોલ-રેડી પેટ્રોલ-હાઇબ્રિડ એન્જિન છે. તે ઇંધણ પર ચાલવા સક્ષમ હશે જેમાં 20 ટકાથી 100 ટકા સુધીનું ઇથેનોલ-મિશ્રણ હશે. ફ્લેક્સ એન્જિન 75.3 kW ની શક્તિ અને 142 Nm નો પીક ટોર્ક જનરેટ કરી શકે છે.