યામાહા એક શાનદાર સ્કૂટર ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે
યામાહાનું એ સ્કૂટર ટ્રાફીક સિગ્નલ પર આપમેળે થઈ જશે બંધ
એક કલાકમાં 80 ટકા સુધી સ્કુટરને ચાર્જ કરી દેશે
ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયના ઘણા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. દુનિયામાં તેલનો કુવો ખાલી થઇ રહ્યો છે અની માટે જ હવે ઇંધણવાળા વહાનોઓને છોડીને બધા ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા લાગ્યા છે. હાલ ભારતમાં પણ ઇલેક્ટ્રિક વાહનોનો બનવાની અને ખરીદવાની હરોળ લાગી છે પણ હજુ ઘણા લોકો આ વાહનો ખરીદવા તરફ વળી શક્યા નથી. તેની પાછળના કારણો છે ઇલેક્ટ્રિક વાહનો કેમ ખરીદવા તેની સજાગતાની ખામી અને જે લોકો સજાગ છે એમાંથી ઘણા લોકો આ વાહનોની ઉંચી કિંમતને કારણે ખરીદી શકતા નથી. જો કે ધીરે ધીરે ઇલેક્ટ્રિક વાહનોની કિંમત કઈ રીતે ઓછી કરવી એ બાબતે ઘણી કંપનીઓ વિચારણા કરી રહી છે. આ બધા વચ્ચે યામાહા (Yamaha)એ એક મોટી જાહેરાત કરી છે. યામાહા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સેગ્મેન્ટમાં ભારતીય બજારમાં તેની પકડ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. આવનાર દિવસોમાં યામાહા એક શાનદાર સ્કૂટર ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. આ સ્કૂટરમાં એવા ફીચર્સ જોવા મળશે જે આજ સુધી કોઇ સ્કૂટરમાં જોવા મળ્યા નથી.
યામાહા દ્વારા લોન્ચ કરવામાં આવશે એ સ્કૂટરમાં એક ખાસ એવું ફીચર છે કે લોકોને સૌથી વધુ આકર્ષિત કરી રહ્યું છે. યામાહાનું એ સ્કૂટર ટ્રાફીક સિગ્નલ પર આપમેળે બંધ થઈ જશે. અને જેની સારી અસર સ્કૂટરના માઇલેજ પર પડશે. આ એક ફીચરને કારણે આઆ સ્કૂટર લોકો વચ્ચે ચર્ચાનો મુદ્દો બન્યો છે. જો કે યામાહાએ હાલમાં જ અપડેટેડ એનમૈક્સ 155 (NMax) લોન્ચ કર્યું છે, જે Aerox 155 ઉપર બેસ્ડ છે. આ એનમૈક્સ 155 (NMax) સ્કૂટરમાં પણ ઘણા શાનદાર ફીચર્સ આઆપવામાં આવ્યા છે. એ સ્કૂટરમાં સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલડ, 155cc ઈંજેન આપવામાં આવ્યું છે. આ 15hpઅને 13.8Nmનું ટાર્ક બનાવે છે. ફ્રન્ટમાં સસ્પેન્શનને ટેલીસ્કોપીક ફોર્ક દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે.
230mm ડિસ્ક દ્વારા બ્રેકીંગ સિસ્ટમને કંટ્રોલ કરવામાં આવે છે. એને ડ્યુઅલ ચેનલ ABSદ્વારા જોડવામાં આવેલ છે. NMaxમાં વ્હીલની સીઝ 13 ઇંચ છે જે Aerox સ્કુટર કરતા ઘણી નાની છે. Aerox માં 14 ઇંચના વ્હીલ આપવામાં આવ્યા છે. જોકે સીટની નીચે સ્ટોરેજ કેપેસીટી એક જેટલી જ આપવામાં આવી છે. NMaxમાં 29 લીટર ટોપ બોક્સ એક્સેસરીને જોડી શકાય છે અને એ 7.1 લીટર ફયુલ ટેંક સાથે લોન્ચ થઇ છે. જયારે Aeroxમાં ફયુલ ટેંક 5.5 લીટરનો છે.
યામાહા NMax 155માં બીજા પણ ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ટ્રૈક્શન કંટ્રોલ સીસ્ટમ મળે છે અને ખાસ કરીને NMax 155ને બ્લુટુથની મદદથી ફોન સાથે કનેક્ટ કરી શકાય છે. કનેક્ટ કર્યા પછી તમે NMax 155ની સ્ક્રીન પર ફોનની બેટરી યુનિટ, કોલ અને મેસેજ નોટીફીકેશન જોઈ શકો છો.
યામાહાનું એ સ્કૂટર ટ્રાફીક સિગ્નલ પર આપમેળે બંધ થઈ જશે. અને જેની સારી અસર સ્કૂટરના માઇલેજ પર પડશે. આ સાથે જ તમને તેની સાથે નોર્મલ ચાર્જર મળશે જે એક કલાકમાં 80 ટકા સુધી સ્કુટરને ચાર્જ કરી દેશે. જો કે પોર્ટેબલ ચાર્જર સાથે સ્કુટર લગભગ 14 કલાકમાં ફૂલ ચાર્જ થઇ શકશે.
Yamaha Nmax 155 હાલ ચીન, ઇન્ડોનેશિયા, ફિલીપીન્સ અને થાઈલેન્ડ જેવા દેશોમાં ઉપલબ્ધ છે. જો કે યામાહા ભારતમાં જલ્દી જ આ સ્કુટર લોન્ચ કરવાની ખાસ યોજના બનાવી રહી છે.