વાહનોમાં કેટલીક સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરવી પણ ફરજિયાત બનાવી છે
આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા ગ્લોબલ NCAP 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.
Tata Nexon 5 સ્ટાર રેટિંગ મેળવનારી પ્રથમ કાર હતી.
આજની દિવસોમાં વાહનોમાં સેફ્ટી ફીચર્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે.જે માટે સરકારે મુસાફરોની સુરક્ષા માટે કાર અને અન્ય વાહનોમાં કેટલીક સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરવી એ પણ ફરજિયાત બનાવી છે. લોકોમાં સેફ્ટી અંગેની જાગૃતિને કારણે કંપનીઓ વાહનોમાં સેફ્ટી ફીચર્સ સતત વધારી રહી છે. આજે આવા ઓછા બજેટવાળા વાહનો કે જેને સુરક્ષા ક્રેશ ટેસ્ટિંગ કરતી આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા ગ્લોબલ NCAP 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.
Tata Nexon: Tata Nexon ભારતમાં સલામતીની દ્રષ્ટિએ ગ્લોબલ NCAP દ્વારા 5 સ્ટાર રેટિંગ મેળવનારી પ્રથમ કાર હતી. તેની એક્સ-શોરૂમ કિંમત ₹7.54 – 13.8 લાખ છે. આ કારને એડલ્ટ પ્રોટેક્શન માટે 5 સ્ટાર અને ચાઈલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.
Tata Punch: ટાટા કંપનીની સૌથી નાની એસયુવી ટાટા પંચ, ઓક્ટોબર 2021 માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી તે ગ્રાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ મિની એસયુવી સેગમેન્ટની કાર છે. દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત 831900 રૂપિયાથી 888900 રૂપિયા છે.
Mahindra XUV300 : Mahindra SUV XUV300નું નામ પણ ભારતની સૌથી સુરક્ષિત કારમાં સામેલ છે. XUV300 ને સલામતી માટે ગ્લોબલ NCAP નો પ્રથમ ‘સેફ્ટી એવોર્ડ’ મળ્યો છે અને તેને પુખ્ત વયના લોકોના રક્ષણ માટે 5 સ્ટાર રેટિંગ તેમજ બાળકોના નિવાસી સુરક્ષા માટે 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. મહિન્દ્રા AQV300ની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત રૂ. 8.41 – 14.07 લાખ છે.