સિંગલ ચાર્જમાં આપશે 100 કિમીની રેન્જ
42,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ સ્કૂટર
ગ્રેટા હાર્પર ઝેડ એક્સ સિરીઝનું આ સ્કૂટર BLDC મોટર્સ સાથે આવે છે
ગ્રેટા ઇલેક્ટ્રિક સ્કૂટરે ભારતમાં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. તેનું નામ ગ્રેટા હાર્પલ ઝેડ એક્સ સિરીઝ-1 છે. તેની પ્રારંભિક કિંમત 41,999 (એક્સ શો રૂમ) છે, જેમાં વૈકલ્પિક બેટરી અને ચાર્જર છે. ગ્રેટા ઇલેક્ટ્રિકનું આ સ્કૂટર ગ્રીન, જેટ બ્લેક, ગ્લોસી ગ્રે અને મેજેસ્ટિક, બ્લુ અને કેન્ડી વ્હાઇટ કલરમાં આવે છે. આ એક સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને બાઉન્સ ઇન્ફિનિટી નામના સ્કૂટર સાથે સ્પર્ધા કરશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઘણાં સારાં ફીચર્સ અને શ્રેષ્ઠ ડ્રાઇવિંગ રેન્જ સાથે આવે છે.
કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જ પર ઇકો મોડ પર સ્કુટર ચલાવવામાં આવે તો તે 100 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે.ગ્રેટા હાર્પર ઝેડ એક્સ સિરીઝનું આ સ્કૂટર BLDC મોટર્સ સાથે આવે છે. આ મોટરને પાવર આપવા માટે 48-60 વોલ્ટ લીઓન બેટરીનો વિકલ્પ છે. કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર ઓપ્ટિમાઇઝ્ડ ચાર્જર ટેક્નોલોજી સાથે આવે છે. આમાં બેટરી 5 કલાકમાં ફુલ ચાર્જ થઇ જાય છે, જ્યારે 3 કલાકમાં 80 ટકા ચાર્જ થઇ જાય છે. તેને કોઈપણ પાવર પ્લગની મદદથી ચાર્જ કરી શકાય છે.
આ ટુ વ્હીલર સ્કૂટર ત્રણ રાઇડિંગ મોડમાં આવે છે, ઇકો, સિટી અને ટર્બો મોડ્સ. ટોપ કન્ફિગરેશનમાં તે સિંગલ ચાર્જમાં 100 કિમીનું ડ્રાઈવિંગ આપશે. જોકે, આ માટે તમારે ઇકો મોડ પર વાહન ચલાવવું પડશે. સિટી મોડની રેન્જ 80 કિમી અને ટર્બો મોડની રેન્જ 70 કિમી સુધીની હોય છે.
ગ્રેટા હાર્પર ઝેડ એક્સ સિરીઝના આ સ્કૂટરની વાત કરીએ તો તેમાં DRL, ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે તેમજ તેમાં એન્ટી થેફ્ટ એલાર્મ પણ છે, જે સ્કૂટર ચોરી થવા પર મદદગાર સાબિત થાય છે. તેમાં LED ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ડિસ્પ્લે છે. આ સિવાય તેમાં કિ-લેસ સ્ટાર્ટ સિસ્ટમ, ફાઇન્ડ માય વ્હીકલ અલાર્મ, યુએસબી પોર્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવેલી છે.