હોન્ડા વધુ ત્રણ મૉડલનુ પ્રોડક્શન બંધ કરશે
ભારતીય માર્કેટમાં એસયુવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
કંપનીને ભારતીય માર્કેટમાં મજબૂત ઉપસ્થિતિ જાળવવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે
પીટીઆઈના એક રિપોર્ટ મુજબ જ્યારે જાપાની કંપની ભારતીય માર્કેટમાંથી હોન્ડા જેજ, હોન્ડા ડબ્લ્યુઆર-વી અને હોન્ડા સિટી ફોર્થ જનરેશનને બહાર કરવાની તૈયારીમાં છે. હોન્ડા વધુ ત્રણ મૉડલનુ પ્રોડક્શન બંધ કરશે જો આવુ થયુ તો ભારતીય માર્કેટમાં આ જાપાની કંપનીના માત્ર ત્રણ મૉડલ હોન્ડા સિટી હાઈબ્રિડ, હોન્ડા સિટી ફિફ્થ જનરેશન અને એન્ટ્રી લેવલ સેડાન હોન્ડા અમેજ જ રહેશે. કંપની ભારતીય કાર માર્કેટમાં થઇ રહેલા ફેરફારને જોઇને આ પગલા ઉઠાવી રહી છે. હોન્ડા ભારતીય માર્કેટમાં 100 ટકા માલિકીહકવાળી સબ્સિડિયરી હોન્ડા કાર્સ ઈન્ડિયા દ્વારા વ્યાપાર કરે છે.
પીટીઆઈના રિપોર્ટમાં સૂત્રોના હવાલા પરથી કહેવામાં આવ્યું છે કે હોન્ડા કાર્સ ઈન્ડિયા આગામી સમયમાં ભારતીય માર્કેટમાં એસયુવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેના કારણે ત્રણ મૉડલ હોન્ડા જેજ, હોન્ડા ડબ્લ્યુઆર-વી અને હોન્ડા સિટી ફોર્થ જનરેશનનુ પ્રોડક્શન બંધ કરવાની તૈયારી ચાલી રહી છે. જો કે, આ અંગે કંપનીના પ્રવક્તા અંગે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કોમેન્ટ કરવાની ના પાડી દીધી. કંપનીના પ્રવક્તાએ કહ્યું, કંપની માર્કેટની અટકળો પર કોમેન્ટ કરી શકતી નથી.
કંપનીએ આની પહેલા ડિસેમ્બર 2020માં હોન્ડા સિવિક અને હોન્ડા સીઆર-વીનુ પ્રોડક્શન બંધ કર્યુ હતુ. કંપનીને ભારતીય માર્કેટમાં મજબૂત ઉપસ્થિતિ જાળવવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે હોન્ડા કાર્સ ઈન્ડિયાએ વર્ષ 2020માં ઉત્તર પ્રદેશના નોઈડામાં સ્થિત પ્લાન્ટને બંધ કરવાની જાહેરાત કરી હતી.