જો તમે તમારી જૂની બાઇકને દૂર કરીને નવી બાઇક ઘરે લાવવાનું વિચારી રહ્યા છો, તો તમે આ આવનારી મોટરસાઇકલ પર વિચાર કરી શકો છો.
આ લિસ્ટમાં પહેલો નંબર અપડેટેડ Hero Xtram 160Rનું નામ છે. જે આ મહિને સ્થાનિક બજારમાં પ્રવેશવાની છે. હીરો મોટોકોર્પે આ માટે લગભગ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
આ યાદીમાં બીજી બાઇક પણ Hero MotoCorp તરફથી અપડેટેડ Hero Passion Plus છે. કંપનીની અન્ય બાઇક એચએફ અને સ્પ્લેન્ડરની જેમ, પેશન પ્લસમાં પણ નવા RDE નોર્મ્સ કમ્પ્લાયન્ટ એન્જિન મળશે.
ત્રીજી બાઇક જે ટૂંક સમયમાં એન્ટ્રી કરે તેવી અપેક્ષા છે તે અપડેટેડ Hero Xtreme 200S છે. કંપનીનું આ એકમાત્ર મોડલ છે, જેમાં કંપની જૂના બે વાલ્વ 200cc એન્જિનનો ઉપયોગ કરે છે.
ભારતીય બજારમાં ટૂંક સમયમાં પ્રવેશવા માટેની બાઇક્સની યાદીમાં આગળનું નામ KTM 200 Dukeનું છે, જેને કંપની ભારતીય બજારમાં ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અગાઉ, કંપનીએ તેના KTM એડવેન્ચર 390ને અપડેટ કર્યું છે.
હાર્લીની પાંચમી બાઇક હાર્લી ડેવિડસન X440 છે. Harley આ બાઇક Hero MotoCorp સાથે મળીને તૈયાર કરી રહી છે. ગ્રાહકો આ બાઈકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેડ ઈન ઈન્ડિયા બાઇક ભારતમાં 3જી જુલાઈએ લોન્ચ થશે.