સૌ કોઈનું મન મોહી લેવા આ મહિને લોન્ચ થશે આ 4 દમદાર કાર
લુક્સ એવા કે ભલભલા લેવા દોડશે!
જાણો કઈ કાર આવી રહી છે માર્કેટમાં
વર્ષ 2022ના જુલાઈ મહિનામાં અનેક શાનદાર કારનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. આમાં SUV, EV અને પ્રીમિયમ લક્ઝરી સેડાન સામેલ છે. આ મહિને Citroen C3, Volvo XC40 Recharge, Audi A8 L Facelift અને Hyundai Tucson લોન્ચ થવા જઈ રહી છે. લોન્ચ થનારી કારોમાં અનેક નવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. અહીં અમે તમને જુલાઈમાં લોન્ચ થનારી 4 કાર વિશે થોડી માહિતી આપશું.
Citroen C3
Citroen C3 ભારતમાં 20 જુલાઈના લોન્ચ થશે. આ કારની પ્રી બુકિંગ પહેલાથી 21,000 રૂપિયાથી શરૂ થઈ ગઈ છે. આ કારમાં 1.2 લીટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન(81 bhp/115 Nm) અને 1.2 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન (109 bhp/190 Nm) આપવામાં આવ્યું છે. ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ અને 6 સ્પીડ ઓપશન આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ એક બજેટ કાર હશે.
New-Gen Hyundai Tucson
નવી જનરેશનની હ્યુન્ડાઈ ટક્સન ભારતમાં 13 જુલાઈના લોન્ચ થશે. જૂના મોડલની સરખામણીએ આ કારમાં નવી સ્ટાઈલ અને નવા ફીચર્સની અપડેટ આપવામાં આવી છે. આ કારમાં 6 સ્પીડ AT સાથે 2.0 લીટરનું એન્જિન અને 8 સ્પીડ સાથે 2.0 લીટરનું ડીઝલ એન્જિન વેરિયન્ટ આપવામાં આવ્યું છે. લોન્ચ થવા પર આ કાર Citroen C5 Aircross અને Jeep Compass જેવી કારને ટક્કર આપશે.
Audi A8 L Facelift
નવી 2022ની Audi A8 L Faceliftને ભારતમાં 12 જુલાઈને લોન્ચ કરવામાં આવશે. આ કારની ટક્કર મર્સિડિઝ-બેન્ઝ એસ ક્લાસ સાથે થશે. આ કારની પ્રી-બુકિંગ શરૂ થઈ ચુકી છે. આ કારમાં નવા ફીચર્સ અને અપડેટ મળશે. નવા મોડલમાં 3.0 લીટરનું ડર્બોચાર્જ્ડ V6 પેટ્રોલ એન્જિન મળશે, જે 335 BHP અને 500 NMનો પીક ટોર્ક જનરેટ કરશે. આમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.
Volvo XC40 Recharge
નવી વોલ્વો XC40 રિચાર્જ 26 જુલાઈના લોન્ચ થશે અને તેને ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે. આ એક ઈલેક્ટ્રિક SUV હશે, જેમાં 78kWh લિથિયમ આયન બેટરી પેક મળશે. વોલ્વોનો દાવો છે કે સિંગલ ફુલ ચાર્જમાં આ કાર 400 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપશે. આ કાર 150kW DC ફાસ્ટ ચાર્જર સાથે માત્ર 40 મિનિટમાં 0-80 ટકા ચાર્જ થઈ જશે.