ડુકાટીએ સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈક લોન્ચ કર્યું
ભારતમાં સ્ટ્રીટફાઈટર પરિવારના વિસ્તારથી ખુશ છીએ
હળવા કંપોનેન્ટનો ઉપયોગ કરી વજન ઘટાડવામાં આવ્યું છે
ઇટલીની સુપરબાઈક કંપની ડુકાટીએ ભારતીય બજારમાં સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈક લોન્ચ કર્યું છે. જેની શોરૂમ કિંમત 34.99 લાખ રૂપિયા છે. ડુકાટીએ નિવેદનમાં કહ્યું કે, તેણે તેમના ડિલરો દ્વારા 1,103 સીરી ક્ષમતાવાળું આ સુપરબાઈકનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડુકાટી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિપુલ ચંદ્રાએ કહ્યું, અમે ભારતમાં સ્ટ્રીટફાઈટર પરિવારના વિસ્તારથી ખુશ છીએ.
નવી સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈખ આ સમયે ભારતમાં વેચાનાર સૌથી શાનદાર સ્પોર્ટ બાઈક છે. ડુકાટી સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈકના લુક અને ડિઝાઈનની વાત કરીએ તો બાઈકની બોડી પેનલમાં મેટ બ્લેક કલર, વિંગ્સ પર મેટ કાર્બન ફિનિશ, ફ્યુલ ટેંક પર બ્રશ એલ્યુમિનિયમ શેડ અને લાલ રંગની કેટલીક લાઈનસ જોવા મળે છે.
સ્ટ્રીટફાઈટર વી4 એસપી, સ્ટ્રીટફાઈટર વી4 એસથી હળવી છે. તેનું વજન 196.5 કિગ્રા છે. જે સ્ટ્રીટફાઈટર વી4 એસથી લગભગ 2.5 કિગ્રા ઓછું છે. હળવા કંપોનેન્ટનો ઉપયોગ કરી વજન ઘટાડવામાં આવ્યું છે. બાઈકમાં કાર્બન રિમ્સ મળતા નથી. જેવા કે આંતરરાષ્ટ્રીય બજારવાળા વર્ઝનમાં છે. તેની જગ્યાએ ભારતમાં સ્ટ્રીટફાઈટર વી4 એસપીમાં માર્ચેસિની ફોર્ઝ્ડ મેગ્નેશિયમ વ્હીલ મળે છે.
આ એલ્યુમિનિયમ વ્હીલ્સની સરખામણીએ 0.9 કિંગ્રા હળવા હોય છે. એન્જિનની વાત કરીએ તો વી4 એસપી તે જ 1,103cc, Desmosedici Stradale V4 એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે, જે વી4 એસમાં મળે છે. અહીં 13,000rpm પર 208hp પાવર અને 9,500rpm પર 123Nm નો ટોક જનરેટ કરે છે.
તેમાં 9 ડિસ્ક એસટીએમ ઇવીઓ એસબીકે ડ્રાઈ ક્લચ છે. જેના વિશે કહેવામાં આવ્યું છે કે આ આક્રામક ડાઉનશિફ્ટ દરમિયાન વધારે પ્રભાવી એન્ટી-હોપિંગની રજૂઆત કરે છે. ઉલ્લેખનીય છે કે મારૂતિ અલ્ટોમાં 796 cc નું એન્જિન મળે છે, જે મેક્સિમમ 35.3 kW @ 6000 rpm પાવર જનરેટ કરે છે. એવામાં સ્પષ્ટ છે કે Ducati Streetfighter V4 SP નું એન્જિન અલ્ટોથી મોટું છે