Maruti Suzuki Gypsyનું નવુ વર્ઝન Jimny થશે લોન્ચ
5 અને 7 – સીટર ધરાવતી હશે આ કાર
Mahindra Thar અને Fouce Gurkha થી થશે મુકાબલો
મારુતિ સુઝુકી જિપ્સીને ટૂંક સમયમાં એક નવા નામથી માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. કંપની જીમ્ની નામથી નવી ઑફ-રોડ SUVને વેંચશે અને તાજા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, જિમ્નીનું 5-ડોર વેરિઅન્ટ ભારતમાં આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. દેશી માર્કેટમાં SUVનો મુકાબલો 5 દરવાજા વાળી આગામી મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખાથી થવા વાળી છે. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે નવી જીમ્ની બે બેઠક વ્યવસ્થામાં ઓફર કરવામાં આવશે જેમાં 5-સીટર અને 7-સીટરનો વિકલ્પ પણ શામેલ છે. નવી જિમ્ની 12-વોલ્ટની માઈલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડાયેલ 1.5-લિટર K15B પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન 102 Bhp પાવર અને 138 Nm પીક ટોર્ક બનાવે છે.
કંપની આ એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ આપવા જઈ રહી છે. નવી જિમ્ની,4 મીટરથી નાની હોવા છતાં,તેના શક્તિશાળી એન્જિનને કારણે લો-એક્સાઇઝ શ્રેણીમાં નહીં આવે. મારુતિ સુઝુકી ભારતમાં નવી જિમ્નીના 3-દરવાજાના મોડલનું ઉત્પાદન કરી રહી છે અને લગભગ એક વર્ષથી તે વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે, અત્યારે કારનું લેફ્ટ-હેન્ડ ડ્રાઇવ મોડલ ભારતમાં બનાવવામાં આવી રહ્યું છે અને કંપની ટૂંક સમયમાં ભારતમાં પણ તેનું રાઇડ-હેન્ડ ડ્રાઇવ વર્ઝન બનાવશે. SUV 4-વ્હીલ ડ્રાઇવ વિકલ્પ સાથે આવશે અને તેનો મુકાબલો મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખા જેવી ઘાકડ કારો સાથે થવા જઈ રહ્યું છે. જો કે જિમ્નીની પોતાની એક ઓળખ છે તેથી તે સ્પર્ધામાં આવા પર તે ક્યાંય પણ પાછી પડે તેમ નથી.