મારુતિ સુઝુકી બે નવા મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
પહેલી ઝલક જાન્યુઆરી 2023માં થનારા ઓટો એક્સપોમાં જોવા મળી શકે છે
નેક્સ્ટ-જનરેશન સુઝુકી સ્વિફ્ટને હાર્ટેક્ટ પ્લેટફોર્મના અપડેટેડ મોડલ પર બનાવવામાં આવશે
મારુતિ સુઝુકી બે નવા મોડલ નેક્સ્ટ જેન અલ્ટો અને ન્યુ ગ્રાન્ડ વિટારા એસયુવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નવી અલ્ટો 18 ઓગસ્ટે લોન્ચ થશે, તો ન્યૂ ગ્રાન્ડ વિટારા સપ્ટેમ્બર 2022માં વેચાણ માટે માર્કેટમાં ઉપલબ્ધ થશે. મારુતિ સુઝુકી નવી એસયુવી , હેચબેક અને ઇલેક્ટ્રિક એસયુવી સહિત અનેક નવા મોડલ પર કામ કરી રહી છે.
નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટનું ટેસ્ટિંગ – MSIL બે બ્રાન્ડ ન્યૂ કોમ્પેક્ટ SUV ડિઝાઇન કરી રહી છે, જેમાં એક ઓલ-ન્યૂ YTB SUV કૂપે અને જિમી લાઇફસ્ટાઇલ SUV સામેલ છે. સ્વિફ્ટ હેચબેકને પણ 2023માં ન્યૂ જનરેશન મોડલ તરીકે લોન્ચ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે સુઝુકીએ વિદેશોમાં પણ નેક્સ્ટ જેન સ્વિફ્ટનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. ભારતમાં આ હેચબેકની પહેલી ઝલક જાન્યુઆરી 2023માં થનારા ઓટો એક્સપોમાં જોવા મળી શકે છે.
કેવા હોઇ શકે છે સંભવિત ફીચર્સ? નેક્સ્ટ-જનરેશન સુઝુકી સ્વિફ્ટને હાર્ટેક્ટ પ્લેટફોર્મના અપડેટેડ મોડલ પર બનાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે નવું મોડલ ઘણા પ્રીમિયમ ફીચર્સથી સજ્જ હશે. અહેવાલો છે કે નવી સ્વિફ્ટ મિલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે આવશે. આ હેચબેક 1.2 લીટર K12N ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિન સાથે આવી શકે છે જે 89bhp પાવર અને 113Nm ટોર્ક જનરેટર માટે બેસ્ટ છે. આ કારમાં મેન્યુઅલ અને એએમટી બંને ગિયરબોક્સ આપવામાં આવી શકે છે. ભારતીય બજાર માટે તૈયાર કરવામાં આવનાર મોડલને સીએનજીની સાથે જ બજારમાં પણ લોન્ચ કરી શકાય છે. સ્પોર્ટ મોડેલ નવા 1.4L બૂસ્ટરજેટ પેટ્રોલ એન્જિન સાથે આવશે.
MSIL 2023માં દેશમાં લોંગ-વ્હીલબેઝ 5-ડોર જિમ્ની લાઇફસ્ટાઇલ SUV લોન્ચ કરશે. નવી સુઝુકી જિમ્ની LWB વર્ઝન 3-ડોર સિએરા લાઇફસ્ટાઇલ SUV પર આધારિત છે, જે પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ માટે છે. SUVના વ્હીલબેઝ 300 મીમી લાંબા હશે અને લંબાઈ 300 મીમી સુધી વધારવામાં આવશે.ભારતમાં પોપ્યુલર છે મારૂતિ સ્વિફ્ટ – મારુતિ સ્વિફ્ટ ભારતમાં ઘણી લોકપ્રિય છે. તેને દરેક જનરેશનના લોકો ખૂબ પસંદ કરે છે. મારુતિની નવી વેગનાર અને બલેનો લોન્ચ થયા બાદ સ્વિફ્ટની ડિમાન્ડમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે મારૂતિ પોતાની નવી સ્વિફ્ટને વધુ પ્રીમિયમ સ્ટાઇલ સાથે લોન્ચ કરશે.