હાલ મહિન્દ્રાએ તેના દરેક મૈનુઅલ ટ્રાન્સમિશનવાળા વેરિયન્ટ્સની કિંમતોનું એલાન કરી દીધું છે
પહેલી 25 હજાર બુકિંગ પછી જે લોકો બુકિંગ કરાવશે એમને ભાવ વધારાનો સામનો કરવો પડશે
બુકિંગ 30 જુલાઇ 2022થી શરૂ થશે અને તહેવારની સિજન પહેલા ડિલિવરી પણ મળી જશે
મહિન્દ્રાએ નવી સ્કૉર્પિયો એન લોન્ચ કરી દીધી છે. કંપની એ તેને “Big Daddy Of SUVs” ગણાવી છે. જો કે હાલ મહિન્દ્રાએ તેના દરેક મૈનુઅલ ટ્રાન્સમિશનવાળા વેરિયન્ટ્સની કિંમતોનું એલાન કરી દીધું છે પણ ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળા મોડલની કિંમત વિશે કોઈ જાણ કરી નથી. સાથે જ મહિન્દ્રાએ તેની ઘોષિત કિંમતોની સાથે સાથે એક શર્ત પણ રાખી છે કે આ કિંમતો પહેલી 25 હજાર બુકિંગ્સ પૂરતી જ છે. મહિન્દ્રા તરફથી આ કિંમતોનું એલાન કરતાં સમયે આ જાણકારી આપવામાં આવી હતી. જો કે આવી પરિસ્થિતિમાં એવું બની શકે છે કંપની આગળ જતાં આ નવી સ્કૉર્પિયો એનની કિંમતોમાં વધારો કરી શકે પણ પહેલી 25 હજાર બુકિંગ થઈ ગયા પછી જે લોકો બુકિંગ કરાવશે એમને ભાવવધારાનો સામનો કરવો પડી શકે છે.
2022 Mahindra Scorpio-N Price List
વેરિયન્ટ- Z2 Petrol MT, કિંમત – 11.99 લાખ
વેરિયન્ટ- Z2 Diesel MT, કિંમત – 12.49 લાખ
વેરિયન્ટ- Z4 Petrol MT, કિંમત -13.49 લાખ
વેરિયન્ટ- Z4 Diesel MT, કિંમત -13.99 લાખ
વેરિયન્ટ- Z6 Diesel MT, કિંમત -14.99 લાખ
વેરિયન્ટ- Z8 Petrol MT, કિંમત -16.99 લાખ
વેરિયન્ટ- Z8 Diesel MT, કિંમત -17.49 લાખ
વેરિયન્ટ- Z8 L Petrol MT, કિંમત -18.99 લાખ
વેરિયન્ટ- Z8 L Diesel MT, કિંમત -19.49 લાખ
મહિન્દ્રાએ જણાવ્યું હતું કે સ્કૉર્પિયો એન (2022 Mahindra Scorpio-N) માટે ‘કાર્ટમાં જોડાયેલ ફીચર્સ’ વિશે કંપની વેબસાઇટ 5 જુલાઇથી ઓનલાઈન થશે. આ સુવિધા કંપની ડીલરશીપ પર પણ ઉપલબ્ધ થશે. તેની સાથે જ શરૂઆતમાં 5 જુલાઇથી દેશના 30 શહેરોમાં સ્કૉર્પિયો એન (2022 Mahindra Scorpio-N)ની ટેસ્ટ ડ્રાઈવ શરૂ થશે. એ પછી થોડા સમયમાં જ બીજા શહેરોમાં પણ લોકો તેની ટેસ્ટ ડ્રાઈવ કરી શકશે. મહિન્દ્રાએ એમ પણ જણાવ્યું હતું કે સ્કૉર્પિયો એન (2022 Mahindra Scorpio-N)ની બુકિંગ 30 જુલાઇ 2022થી શરૂ થશે અને તહેવારની સિજન પહેલા ડિલિવરી પણ મળી જશે