Honda Motorcycle and Scooter India (HMSI) એ Activa (Activa) અને Activa 125 (Activa 125) ની કિંમતોમાં વધારો કર્યો છે. એક્ટિવા એ છેલ્લા ઘણા સમયથી ભારતીય બજાર પર પ્રભુત્વ જમાવ્યું છે અને હવે તે મોટાભાગના પરિવારોનું પસંદગીનું સ્કૂટર છે. એક્ટિવાની કિંમતમાં 811 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે એક્ટિવા 125ની કિંમતમાં 1,177 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સિવાય હોન્ડાએ સ્કૂટરમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નવા ભાવ કેટલા છે
હોન્ડા એક્ટિવાની કિંમત હવે રૂ.75,347 થી શરૂ થઈને રૂ.81,348 સુધીની છે. જ્યારે Activa 125ની કિંમત 78,920 રૂપિયાથી શરૂ થાય છે અને 86,093 રૂપિયા સુધી જાય છે. તમામ કિંમતો એક્સ-શોરૂમ છે. રસપ્રદ વાત એ છે કે, ટોપ-એન્ડ એક્ટિવા 125 H-Smart ની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો નથી. તેની કિંમત 88,093 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
એન્જિન પાવર
Honda Activa 109cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 7.73 bhpનો મહત્તમ પાવર અને 8.90 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. એક્ટિવા ભારતીય બજારમાં TVS Jupiter, Suzuki Access, Yamaha Ray ZR અને Hero Pleasure Plus જેવા સ્કૂટર્સ સાથે સ્પર્ધા કરે છે.
હોન્ડા એક્ટિવા 125 એન્જિન
Honda Activa 125 એ 124 cc, એર-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરે છે જે 8.19 bhp પાવર અને 10.4 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. ભારતીય બજારમાં, તે Suzuki Access 125, Yamaha Fascino 125, TVS Jupiter 125 અને Hero Destini 125 જેવા સ્કૂટર્સ સાથે સ્પર્ધા કરે છે.
આ સિવાય હોન્ડાએ હાલમાં જ તેની એક્ટિવા 110માંથી 6G ટેગ હટાવી દીધો છે. હવે તેનું નામ માત્ર હોન્ડા એક્ટિવા રહેશે. ‘G’ ટેગ 2015માં એક્ટિવા 3G સાથે રજૂ કરવામાં આવ્યું હતું. એક્ટિવા 125ના નામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારતીય બજારમાં હોન્ડાનું લેટેસ્ટ લોન્ચ શાઈન 100 (શાઈન 100) મોટરસાઈકલ છે. ઉત્પાદકે લગભગ એક દાયકા પછી 100 સીસી સેગમેન્ટમાં ફરીથી પ્રવેશ કર્યો છે. હોન્ડાએ તેની ડીલરશીપ પર શાઈન 100 ડિસ્પેચ કરવાનું શરૂ કરી દીધું છે. નવી સસ્તી મોટરસાઇકલ બજાજ પ્લેટિના, હીરો એચએફ ડીલક્સ, હીરો સ્પ્લેન્ડર પ્લસ અને ટીવીએસ રેડિઓન જેવી બાઇક સાથે સ્પર્ધા કરશે.