સુઝુકી વેગેનર ફેસલિફ્ટ જાપાનમાં લોન્ચ કરવામાં આવ્યું છે
આવતાં વર્ષનાં અંતમાં ભારતમાં લોન્ચ થવાની સંભાવના છે
સુઝુકી વેગેનરને ત્રણ અલગ-અલગ મોડલમાં લોન્ચ કરવામાં આવી છે
વેગેનરનું નવું મોડેલ, 2023 સુઝુકી વેગેનર ફેસલિફ્ટ જાપાનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નવા મોડલની ડિઝાઈન અપડેટ કરવામાં આવી છે. નવી વેગેનરનો લુક સ્પોર્ટી લાગી રહ્યો છે, તેની સાથે અનેક હાઇટેક ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. જાપાનમાં લોન્ચ કરવામાં આવેલ મોડેલ ભારતની વેગેનર કરતાં સંપૂર્ણપણે અલગ છે. ભારતમાં વેગેનરનું હાલનું મોડેલ લોકોનાં દિલ પર રાજ કરી રહ્યું છે. છેલ્લાં મહિનામાં તે બેસ્ટ સેલિંગ લિસ્ટમાં ટોપ પર રહી છે. વેગેનરે જુલાઈ 2022માં 22,588 યુનિટ્સનું વેચાણ કર્યું છે.
મારુતિ સુઝુકી વેગેનર 2023 આવતાં વર્ષનાં અંતમાં ભારતમાં લોન્ચ થવાની સંભાવના છે. ભારતમાં લોન્ચ થનારાં મોડલમાં થોડાં ફેરફાર કરવામાં આવશે અને ફિચર લિસ્ટમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ગ્લોબલ વેરિઅન્ટમાં ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD)પણ ઓફર કરવામાં આવ્યું છે, જે કદાચ કારનાં ભારતીય વર્ઝનમાં નહીં મળે.
જાપાનમાં 2023 સુઝુકી વેગેનર ફેસલિફ્ટ 1,217,700 યેનથી 1,509,200 યેન (7.22 લાખ રૂપિયાથી 8.96 લાખ રૂપિયા)ની પ્રાઇસ રેન્જમાં ઉપલબ્ધ થશે. તે જ સમયે, વેગેનર સ્ટિંગરેને 1,688,500 યેનથી 1,811,700 યેન (10 લાખ રૂપિયાથી 10.75 લાખ રૂપિયા) માં ઓફર કરવામાં આવી છે. વેગેનર કસ્ટમ ઝેડ મોડલની કિંમત 1,474,000 યેનથી 1,756,700 યેન (8.75 લાખ રૂપિયાથી 10.43 લાખ રૂપિયા) વચ્ચે છે.
નવી 2023 સુઝુકી વેગેનરને ત્રણ અલગ-અલગ મોડલમાં લોન્ચ કરવામાં આવી છે. આ મોડેલ છે વેગેનર, વેગેનર કસ્ટમ ઝેડ અને સ્ટિંગરે. સ્ટિંગરેમાં એક સંપૂર્ણપણે નવું LED પ્રોજેક્ટર હેડલેમ્પ સેટઅપ છે. સ્ટેન્ડર વર્ઝનની સરખામણીએ ટેલલેમ્પ્સને પણ નીચે મૂકવામાં આવે છે, જે તેને એમપીવી (MPV)જેવી ડિઝાઇન આપે છે. સ્ટાન્ડર્ડ વેગેનરમાં હજુ પણ સ્ટાન્ડર્ડ હેલોજન હેડલેમ્પ્સ છે.
મારુતિ સુઝુકી વેગેનર અગાઉનાં તમામ વર્ઝનની જેમ બોક્સી ડિઝાઇનવાળાં લુકમાં દેખાઈ રહી છે. જો કે, નવી 2023 વેગેનર ગ્રિલ તેમજ ટેલગેટમાં વધારાની ડિઝાઇનમાં ફેરફાર લાવવામાં આવ્યા છે. સ્ટિંગરેને એક આક્રમક લુક આપવામાં આવ્યો છે, જ્યારે કસ્ટમ ઝેડ વેગેનર અને વેગેનર એકદમ સિમ્પલ લૂકમાં દેખાય છે. ત્રણેયમાં પાછળની અને બાજુની પ્રોફાઇલ લગભગ એકસમાન છે.
ઇન્ટિરિયર એ હાલનાં વર્ઝન જેવું જ છે. વેગેનરમાં બેજ કલરનું ઈન્ટિરિયર મળે છે, જ્યારે કસ્ટમ Z અને સ્ટિંગરે ઓલ-બ્લેક ઇન્ટિરિયરાં મળે છે. બે વેરિઅન્ટમાં કેબિનના દેખાવ અને લુકને ફ્લોન્ટ કરવા માટે પિયાનો બ્લેક અને ફોક્સવુડનો ઉપયોર કરવામાં આવ્યો છે. ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન મારુતિ સુઝુકીની નવી કારમાં લોન્ચ કરવામાં આવી છે, જેમ કે બલેનો અને બ્રેઝામાં તમને 9 ઈંચનું યુનિટ મળી રહે છે. કેટલીક સેફ્ટી અને સર્વિસની વાત કરીએ તો સ્ટિંગરેમાં HUD,ADAS,360 ડિગ્રી પાર્કિંગ જેવી સુવિધાઓ મળે છે.
જાપાન-સ્પેક વેગેનર 660 cc મોટર પર કામ કરે છે, જે NA પેટ્રોલ અને માઇલ્ડ-હાઇબ્રિડ બંને કન્ફિગરેશનમાં આપવામાં આવે છે. આ એન્જિનનું ટર્બો વર્ઝન સ્ટિંગરે અને કસ્ટમ Z સાથે આવે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ MT અને CVTનો સમાવેશ થાય છે. 2WD અને 4WD બંને વેરિએન્ટ ઓફર પર છે. CVT ગીયરબોક્સ સાથેની હળવી-હાઇબ્રિડ પાવરટ્રેન 25.2 KMPLની માઇલેજ આપે છે.
વેગેનર શા માટે ગમે છે?
આ કાર સૌથી ઓછી મેઈન્ટેનન્સ કાર છે. તેનાં પાર્ટસ તમને કોઈપણ જગ્યાએ સરળતાથી મળી રહે છે. આવી સ્થિતિમાં, લોકોને નાની-નાની સમસ્યાઓ માટે સેવા કેન્દ્ર સુધી દોડવું પડતું નથી. તેના પાર્ટસ પણ તમામ નાના-મોટા શહેરોમાં સરળતાથી મળી રહે છે. તેનાં સેગ્મેન્ટમાં તમામ કાર કરતા વધારે જગ્યા છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165mm છે. જેથી તે ખાડાવાળાં રસ્તાઓમાં પણ સરળતાથી ચાલી શકે છે. નાના શહેરોમાં તેની ભરપૂર માગ છે.
માઈલેજનાં મામલે કંપનીનો દાવો છે, કે પેટ્રોલમાં આ કાર 23થી 25 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે, જ્યારે CNG સાથેની વેગેનર 33 કિલોમીટર સુધી 1 કિલો CNGમાં ચાલી શકે છે.
વેગેનરની શરૂઆતી કિંમત 5.47 લાખ રૂપિયા છે, જો તમારું બજેટ 5 થી 7 લાખ રૂપિયાની વચ્ચે છે તો તમે આ કારને સરળતાથી ખરીદી શકો છો.
બીજી સારી વાત એ છે, કે આ કારની રિસેલ વેલ્યૂ બરાબર છે. આ કારને ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સરળતાથી ચલાવી શકાય છે એટલા માટે જ તેને ‘બેસ્ટ સેલિંગ એફોર્ડેબલ ફેમિલી કાર’ પણ કહેવામાં આવે છે