6 લાખથી પણ ઓછી કિંમતમાં મળશે 7 સીટર
ડેટસન ગો+, રેનો ટ્રાઈબર, મારુતિ સુઝુકી ઈકો
15 થી લઈને 20 પ્રતિ લીટર સુધીની માઈલેજ
મોટા પરિવારોને એવી કારની જરૂર હોય છે, જેમાં બેસવાની ક્ષમતા વધુ હોય. સામાન્ય રીતે 5 સીટર કાર્સનું વેચાણ વધારે થાય છે, પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારો મોટો પરિવાર એક કારમાં સફર કરી શકે છે, તો તમારે 7 સીટર કાર ખરીદવાની જરૂર પડી શકે છે. પરંતુ, અહીં વિચારવા જેવી એક મોટી વાત એ છે કે મોટાભાગની 7 સીટર કાર્સ 5 સીટર કાર કરતા મોંઘી હોય છે. જો કે આવી સ્થિતિમાં જો તમે સસ્તી 7 સીટર કાર ખરીદવા માંગો છો તો આજે અમે તમને એવી જ કાર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
ડેટસન ગો+
ડેટસન ગો+ ની કિંમત 4.26 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને મોડેલના આધારે લગભગ 7 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તે 7 વેરિયન્ટમાં આવે છે. 7 સીટર કાર છે. તેમાં 1198 સીસીનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ગીયર બંને છે, બંને ટ્રાન્સમિશન વિકલ્પો છે. માઇલેજની વાત કરીએ તો તે 18.57થી 19.02 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપી શકે છે.
મારુતિ સુઝુકી ઈકો
મારુતિ સુઝુકી ઇકોની શરૂઆતી કિંમત 4.63 લાખ રૂપિયા છે અને તે મોડલના આધારે 7.63 લાખ રૂપિયા સુધી જાય છે. તે કુલ 5 વેરિયન્ટમાં આવે છે. તેમાં 5 સીટર અને 7 સીટર બંને વિકલ્પો છે. તેમાં 1196 સીસીનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું સીએનજી વર્ઝન પણ છે. તેમાં માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. 16.11થી 20.88ની માઇલેજ આપી શકે છે.
રેનો ટ્રાઈબર
રેનો ટ્રાઈબરની પ્રારંભિક કિંમત 5.88 લાખ રૂપિયા છે અને તે મોડેલના આધારે 8.44 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. રેનો ટ્રાઈબર કુલ 10 વેરિએન્ટમાં આવે છે. તેમાં 7 સીટર કાર પણ છે અને તે પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેમાં 999 સીસીનું એન્જિન છે, જે 18.29થી 19 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે. આ કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન ઓપ્શન આપવામાં આવ્યા છે.