NCAP દ્વારા ભારતની સૌથી સુરક્ષિત કારની લિસ્ટ બહાર પાડવામાં આવી
આ લિસ્ટમાં ફક્ત 5 મોડલ જ જેમાંથી 3 મોડલ ટાટાના છે અને 2 મોડલ મહિન્દ્રાના છે
NCAP લગભગ દરેક કંપનીઓની કારનું ક્રેશ ટેસ્ટ કરે છે
ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP દ્વારા ભારતની સૌથી સુરક્ષિત કારની લિસ્ટ બહાર પાડવામાં આવેલ છે. આ લિસ્ટ જૂન 2022 સુધી આવનાર 35 મોડલની છે. એટલે કે ગ્લોબલ NCAPએ 35 મેડ-ઇન ઈન્ડિયા કારની ક્રેશ લિસ્ટ તૈયાર કરી છે. આ લિસ્ટમાં ફક્ત 5 મોડલ જ એવા છે જેને 5 સ્ટાર્ટ સેફટી રેટિંગ મળી છે, જેમાંથી 3 મોડલ ટાટાના છે અને 2 મોડલ મહિન્દ્રાના છે. એવામાં જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમને આઆજે દેશની સૌથી 5 સુરક્ષિત કાર વિશે જણાવી દઈએ.
1- ટાટા પંચ
ટાટા પંચ દેશની સૌથી સુરક્ષિત કારની લિસ્ટમાં પહેલા નંબર પર આવે છે. ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP એ આ કારને 5 સ્ટાર રેટિંગ્સ આપી છે. આ કારણ અડલ્ટ ઓકયુપેન્ટ માટે 17 માંથી 16.45 પોઈન્ટ મળ્યા છે. ત્યાં જ ચાઇલ્ડ ઓકયુપેન્ટ માટે આ કાર ને 49 માંથી 40.89 સ્કોર આપવમાં આવ્યો છે. એટલે કુલ 66 માંથી 57.34 પોઇન્ટ્સ મળ્યા છે. ટાટા પંચની એક્સ શો રૂમ કિંમત 5.82 લાખ છે અને તેના ટોપ મોડલની કિંમત 9.48 લાખ છે.
2- મહિન્દ્રા XUV300 (Mahindra XUV300)
મહિન્દ્રા XUV300 (Mahindra XUV300) દેશની સૌથી સુરક્ષિત કારમાં બીજા નંબર પર આવે છે.ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP એ આ કારને 5 સ્ટાર રેટિંગ્સ આપી છે. આ કારણ અડલ્ટ ઓકયુપેન્ટ માટે 17 માંથી 16.42 પોઈન્ટ મળ્યા છે. ત્યાં જ ચાઇલ્ડ ઓકયુપેન્ટ માટે આ કાર ને 49 માંથી 37.44 સ્કોર આપવમાં આવ્યો છે. એટલે કુલ 66 માંથી 53.86 પોઇન્ટ્સ મળ્યા છે. મહિન્દ્રા XUV300ની એક્સ શો રૂમ કિંમત 8.42 લાખ છે અને તેના ટોપ મોડલની કિંમત 12.38 લાખ છે.
3- ટાટા અલ્ટ્રોજ (Tata Altroz)
ટાટા અલ્ટ્રોજ (Tata Altroz) દેશની સૌથી સુરક્ષિત કારમાં ત્રીજા નંબર પર આવે છે.ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP એ આ કારને 5 સ્ટાર રેટિંગ્સ આપી છે. આ કારણ અડલ્ટ ઓકયુપેન્ટ માટે 17 માંથી 16.13 પોઈન્ટ મળ્યા છે. ત્યાં જ ચાઇલ્ડ ઓકયુપેન્ટ માટે આ કાર ને 49 માંથી 29.00 સ્કોર આપવમાં આવ્યો છે. એટલે કુલ 66 માંથી 45.13 પોઇન્ટ્સ મળ્યા છે. ટાટા અલ્ટ્રોજની એક્સ શો રૂમ કિંમત 6.20 લાખ છે અને તેના ટોપ મોડલની કિંમત 10.15 લાખ છે.
4- ટાટા નેકસન (Tata Nexon)
ટાટા નેકસન (Tata Nexon) દેશની સૌથી સુરક્ષિત કારમાં ચોથા નંબર પર આવે છે.ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP એ આ કારને 5 સ્ટાર રેટિંગ્સ આપી છે. આ કારણ અડલ્ટ ઓકયુપેન્ટ માટે 17 માંથી 16.06 પોઈન્ટ મળ્યા છે. ત્યાં જ ચાઇલ્ડ ઓકયુપેન્ટ માટે આ કાર ને 49 માંથી 25.00 સ્કોર આપવમાં આવ્યો છે. એટલે કુલ 66 માંથી 41.06 પોઇન્ટ્સ મળ્યા છે. ટાટા નેકસનની એક્સ શો રૂમ કિંમત 7.54 લાખ છે અને તેના ટોપ મોડલની કિંમત 13.80 લાખ છે.
5- મહિન્દ્રા XUV700 (Mahindra XUV700)
મહિન્દ્રા XUV700 (Mahindra XUV700) દેશની સૌથી સુરક્ષિત કારમાં પાંચમા નંબર પર આવે છે.ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP એ આ કારને 5 સ્ટાર રેટિંગ્સ આપી છે. આ કારણ અડલ્ટ ઓકયુપેન્ટ માટે 17 માંથી 16.03 પોઈન્ટ મળ્યા છે. ત્યાં જ ચાઇલ્ડ ઓકયુપેન્ટ માટે આ કાર ને 49 માંથી 41.66 સ્કોર આપવમાં આવ્યો છે. એટલે કુલ 66 માંથી 57.69 પોઇન્ટ્સ મળ્યા છે. મહિન્દ્રા XUV700ની એક્સ શો રૂમ કિંમત 13.18 લાખ છે અને તેના ટોપ મોડલની કિંમત 24. 58 લાખ છે.