- લેટેસ્ટ ઝલકમાં સિટ્રોન સી૩ કાર કોઇપણ સ્ટીકર વગરની નજરે આવી
- ટાટા પંચ અને મારુતિ સુઝુકી ઇગ્નિસ જેવી કાર સાથે સ્પર્ધામાં ઉતરશે
- 1.2 લીટરનું ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ઓ
ફ્રેન્ચ કાર નિર્માતા કંપની સિટ્રોન ટૂંક સમયમાં જ ભારતમાં પોતાની બીજી કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રજૂ કરવામાં આવેલી સી3 એસયુવી છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટિંગ દરમિયાન ભારતીય રસ્તાઓ પર જોવા મળી રહી છે. લેટેસ્ટ ઝલકમાં આ કાર કોઇ સ્ટીકર વગરની દેખાઇ છે જે પ્રોડક્શન માટે એકદમ તૈયાર દેખાઇ રહી છે. એક અંદાજ મુજબ આ કાર ભારતીય બજારમાં ટાટા પંચ અને મારુતિ સુઝુકી ઇગ્નિસ જેવી ઘણી કાર સાથે સ્પર્ધા કરશે. સોશિયલ મીડિયા પર સામે આવેલી આ કારના નવા ફોટોમાં તેના એક્સટીરિયર વિશેની તમામ માહિતી સામે આવી છે અને આ કાર ભારતમાં ફ્રેન્ચ મેન્યુફેક્ચરરની બીજી પ્રોડક્ટ હશે.
તાજેતરના સ્પાય શોટ્સમાં કોઈ સ્ટીકર ન હતા, જે સાઇટ્રોન સી૩ હેચબેક જેવા એસયુવી આકારના દેખાતા હતા. બહારનો ભાગ લગભગ ક્રોસ હેચ જેવો છે જેની આસપાસ બ્લેક પ્લાસ્ટિક ક્લેડીંગ આપવામાં આવી છે. આ જોઇને લાગે છે આ કાર ટાટા પંચ જેવી સામાન્ય માઇક્રો એસયુવી છે. સી3ના આગળના ભાગમાં એક મજબૂત બોનેટ જોવા મળી આવ્યું છે જે સિટ્રોન લોગો સાથે આવે છે અને એલઇડી હેડલેમ્પ્સ પણ અહીં જોવા મળે છે. એસયુવીના પાછળના ભાગમાં રેપરાઉન્ડ ટેઇલલાઇટ્સ અને બમ્પર્સ છે, જેમાં બ્લેક પ્લેટોનિકથી ફિનિશ આપવામાં આવ્યું છે.
સિટ્રોન સી3નું નિર્માણ એક સામાન્ય મોડ્યુલર પ્લેટફોર્મ પર કરવામાં આવી રહ્યું છે, જેમાં 2,540mm ના વ્હીલબેઝ છે. કંપનીનો દાવો છે કે તેની પાછળની સીટ પર બેઠેલા મુસાફરોને પણ વધારે જગ્યા મળશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 mm છે જે ટાટા પંચ કરતા થોડું ઓછું છે. કારની કેબિનમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી સાથે 10 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્ટમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ કારમાં 1 લીટરનું ગ્લોવબોક્સ અને 315 લીટરની બુટસ્પેસ આપવામાં આવી છે.
કારમાં 1.2 લીટરનું ટર્બો પેટ્રોલ એન્જિન આવી શકે છે જે 130 બીએચપીની તાકાત આપે છે અને કંપની આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ સાથે 7 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઓફર કરી શકે છે. નવી સી3 ભલે ટાટા પંચ અને ઇગ્નિસ જેવી કાર સાથે સ્પર્ધા કરી રહી હોય, પરંતુ કિંમતની દ્રષ્ટિએ તે થોડી વધારે મોંઘી હશે. કંપની તેને ઘરેલૂ સ્તર પર જ ઉત્પાદન કરી રહી છે, પરંતુ આમ છતાં પણ આ કાર મોંઘી મળશે