એથર એનર્જીએ પોતાનું લોકપ્રિય સ્કૂટર એથર 450એક્સ લોન્ચ કર્યું
થર્ડ જનરેશન મોડલ છે
Ather 450 Plus પણ લોન્ચ કરી છે
બેંગલુરુ સ્થિત ઇલેક્ટ્રિક વાહનો બનાવતી સ્ટાર્ટ-અપ કંપની એથર એનર્જીએ પોતાનું લોકપ્રિય સ્કૂટર એથર 450એક્સ લોન્ચ કર્યું છે. આ સ્કૂટરનું થર્ડ જનરેશન મોડલ છે, જેને 1.39 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. 450X ની કિંમત પાછલી પેઢીના મોડલની તુલનામાં 1000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. અન્ય શહેરોમાં આ તફાવત રૂપિયા 5000 સુધીનો હોઈ શકે છે.
કંપની એ Ather 450 Plus પણ લોન્ચ કરી છે. આ સ્કૂટરને 1.17 લાખ રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 7.0 ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ, રેઝેન સાથે ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક્સ, 12 ઇંચની એલોય વ્હીલ, ટેલિસ્કોપિક ફોર્ક અને બેલ્ટ ડ્રાઇવ પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે. એથર તેના ડેશબોર્ડની રેમને પણ 2 જીબી યુનિટમાં અપગ્રેડ કરી છે અને હવે તે અગાઉના વર્ઝનથી 1 જીબી કરતા વધુ છે. આ સિવાય સ્કૂટરમાં 22 લીટરની બૂટ સ્પેસ પણ છે, જે રાઇડરને એકદમ કામ આવે છે.
New Ather 450X ના થર્ડ જનરેશન મોડલમાં Smart Eco મોડ પણ મળે છે. હવે એથરના આ નવા ઇ-સ્કૂટરમાં તમને 5 રાઇડિંગ મોડ મળશે- Warp, Sport, Ride, SmartEco અને Eco. તેનો વોર્પ મોડ 8.7hp નો મહત્તમ પાવર ઉત્પન્ન કરી શકે છે.
2022 Ather 450Xમાં 3.7 કિલોવોટ બેટરી પેક છે જે પહેલા કરતા વધુ શક્તિશાળી છે અને તે જ સમયે તે પાછલી પેઢીના સ્કૂટર કરતા 25 ટકા મોટી બેટરી સાથે આવે છે. આ સ્કૂટરને એકવાર ચાર્જ કરવાથી તમને 146 કિલોમીટર (ARAI સર્ટિફાઇડ) સુધીની રેન્જ મળે છે.