ગોલ્ડન એજની ડિઝાઇન પાછી આવી ગઈ છે.
1936માં ઓ રે કોર્ટની દ્વારા બનાવવામાં આવેલી પ્રખ્યાત હેન્ડરસન ડિઝાઇન છે.
બોડીવર્ક પર હાર્ડ કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે
આજે આપણે સૌથી સસ્તું સ્કૂટર C400 વિશે વાત કરીશું. એક વર્ષ પહેલા, મિયામીના NMotoએ તેને ‘ગોલ્ડન એજ’ કોન્સેપ્ટમાં રજૂ કરીને હલચલ મચાવી હતી. હવે આ સ્કૂટર પ્રોડક્શનમાં છે. nMoto CEO એલેક્સ નિજનિકના જણાવ્યા અનુસાર, ગોલ્ડન એજની ડિઝાઇન પાછી આવી ગઈ છે. આ સ્કૂટરની ડિઝાઇન 1936માં ઓ રે કોર્ટની દ્વારા બનાવવામાં આવેલી પ્રખ્યાત હેન્ડરસન ડિઝાઇન છે.
સ્કૂટરનું વજન ઓછું રાખવા માટે બોડીવર્ક પર હાર્ડ કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્કૂટર લાઇટ બોડી અને BMWની પ્રખ્યાત ‘કિડની ગ્રિલ’ સાથે 144 kmphની ટોપ સ્પીડને હિટ કરી શકે છે. તેની સ્પીડ C400X કરતા થોડી વધારે છે.તેમાં 350cc, 34 bhpનું એન્જિન છે. સ્કૂટરની બોડી સાત ટુકડાઓથી બનેલી છે. એલેક્સ કહે છે કે તેમાં 35 ડિગ્રીનું એંગલ આપવામાં આવ્યુ છે, જે નવા હાર્લે સ્પોર્ટસ્ટર એસ(Harley Sportster S) કરતાં લગભગ એક ડિગ્રી વધારે છે. આ સાથે સ્કૂટરમાં નવા ફ્રંટ અને રિયર સબફ્રેમ, નવા ટર્ન સિગ્નલ હાઉસિંગ અને એક્ઝોસ્ટ સિસ્ટમ રિલોકેશન કિટ પણ આપવામાં આવી છે.