- હોમ-કાર લોન થશે મોંઘી
- RBI આવતા મહિને વધારી શકે છે રેપોરેટ
- મોંઘવારી વચ્ચે ફરી એકવાર મધ્યમવર્ગ પિસાશે
જો તમે કાર લોન કે હોમ લીધી હોય તો તમારી મુશ્કેલીમાં વધારો થશે. કારણ કે આરબીઆઇએ આ અંગે અત્યારથી એવા સંકેત આવી દીધા છે કે તમારી ઇએમઆઇમાં વધારો થશે. આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસે એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે જૂનની મોનેટરી પોલિસીમાં રેપો રેટ વધારવામાં આવશે.
તેમણે કહ્યું કે ફુગાવાને જોતા નાણાકીય નીતિના મધ્યમાં પોલિસી રેટ વધારીને 4.40 કરવામાં આવ્યા હતો હવે આને વધારીને 5.15 ટકા કરવામાં આવી શકે છે. એટલે કે આવનારા દિવસોમાં તમારા પર EMIનો બોજ વધવાનો છે. તમારી હોમ, કાર લોન અને અન્ય લોનની EMI વધશે.
આરબીઆઇ દ્વારા રેપોરેટમાં 0.40 ટકાના વધારા બાદ મોટાભાગની બેંકોએ વ્યાજના દરોમાં વધારો કર્યો છે. જેમાં હોમ લોન, કારલોન સહિતની અન્ય લોનની ઇએમઆઇમાં વધારો થશે. જો જૂનમાં રેપોરે વધશે તો આશા છે કે મોંઘવારીની વચ્ચે સામાન્ય માણસનું બજેટ બગડશે. લોકો પહેલેથી જ મોંઘવારીથી પરેશાન છે તેવામાં વધુ એક વધારો પરેશાનીમાં વધારો કરી દેશે.
આપણે પોતાની જરૂરિયાત અનુસાર બેંકમાંથી લોન લઇએ છીએ તેવી જ રીતે બેંકો પણ પોતાની જરુરિયાત મુજબ આરબીઆઇ પાસેથી લોન લે છે. ભારતીય રિઝર્વ બેંક જે રેટ પર બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. જો આરબીઆઇ રેપો રેટમાં વધારો કરે તો બેંક દ્વારા તમને મળનારી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન મોંઘી થઇ જાય છે. અને જો CRR વધે તો બેંકોને વધારે ભાગ આરબીઆઇ પાસે રાખવો પડે છે અને તેની પાસે લોનના રૂપમાં આપવા માટે ઓછી રકમ રહી જશે.