બજારમાં પૈસા કમાવવાનો એકમાત્ર રસ્તો
સસ્તા સ્ટોક્સ શોધવાના ફક્ત બે જ રસ્તા
રોકાણકારો વેલ્યુ ઈન્વેસ્ટિંગ તરફ પાછા દોડ્યા
શેરમાર્કેટમાં રોકાણ કેવી રીતે અને ક્યાં કરવું તે રોકાણકારો માટે મોટો પ્રશ્ન હોય છે. જોકે, દલાલ સ્ટ્રીટના જાણીતા રોકાણકાર રામદેવ અગ્રવાલનું કહેવું છે કે બજારમાં પૈસા કમાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે 10 રૂપિયાની સામગ્રી 5 રૂપિયામાં ખરીદવી. આવું ત્યારે જ થઈ શકે છે જ્યારે માર્કેટમાં ભય અને અચોક્કસતાનું વાતાવરણ હોય, તેમ મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિસના ચેરમેને જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે સસ્તા સ્ટોક્સ શોધવાના ફક્ત બે જ રસ્તા છે- એક તો જ્યારે બધા લોકો ભયના કારણે વેચી રહ્યા હોય અથવા તો બીજો કે કંપની નવી હોય અને મોટા ભાગના લોકો તેની ખરી ક્ષમતા જાણતા ના હોય.અમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તે ધારણા અને વાસ્તવિકતા વચ્ચેના અંતર વિશે છે અને રોકાણકારોએ તેને ઓળખવાની જરૂર છે.
બજારો કરેક્સનના તબક્કામાં હોવાથી રોકાણકારો વેલ્યુ ઈન્વેસ્ટિંગ તરફ પાછા દોડી રહ્યા છે. ગ્રોથ વેલ્યુ ક્રિયેશનનું મુખ્ય ઘટક રહેશે અને બફેટ પણ તેને સમજે છે. જો કે, અહીં પ્રશ્ન એ છે કે તમે તેના માટે કેટલી રકમ ચૂકવવા તૈયાર છો.એચડીએફસી અને એચડીએફસી બેંકના પ્રસ્તાવિત વિલીનીકરણ અંગે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે નવી એન્ટિટી વૈશ્વિક સોદાઓ કરવા સક્ષમ હશે. નવી એન્ટિટી 18-20 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે જો ફુગાવાના કારણે વ્યાજ વધે છે, તો ઘણા બધા HNI નિશ્ચિત આવક તરફ જશે. તેમણે અનુમાન કર્યું હતું કે વધારાના નાણાં નિશ્ચિત આવક તરફ આગળ વધશે .વ્યાજ દરમાં વધારો એ સ્પષ્ટપણે ઈક્વિટી બજારો માટે મુખ્ય કારણ છે, પરંતુ તે બજારને માર્ગદર્શન આપતું એકમાત્ર પરિબળ રહેશે નહીં. આગામી પાંચ વર્ષમાં ભારતમાં 250 મિલિયન જેટલા ડિમેટ એકાઉન્ટ હશે. ઈક્વિટી માર્કેટમાં ધારણા અને સંશોધન એક સિક્કાની બે બાજુ છે.
જોકે, માર્કેટ મેવેન ડેરિવેટિવ્ઝમાં વધતા જથ્થાને લઈને ચિંતિત છે, ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટને કારણે જેણે ટ્રેડિંગને સરળ બનાવ્યું છે, તેમ તેમણે કહ્યું હતું.તેમણે રોકાણકારોને સલાહ પણ આપી હતી. રોકાણકારોને એવી એસેટ્સ પર દાવ લગાવવાની સલાહ આપી કે જે ફુગાવા કરતાં વધુ સારી કામગીરી બજાવે છે. રોકાણકારોએ ફુગાવાને યોગ્ય માર્જિન સાથે હરાવવા માટે ઊંચી વૃદ્ધિ અથવા ઓછા મૂલ્યના શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.અગ્રવાલે જણાવ્યું હતું કે વાજબી મૂલ્યાંકન અને મજબૂત કમાણીના અંદાજોને કારણે આગામી પાંચ વર્ષમાં મોટી ખાનગી બેંકો અને વીમા શેરો ઘણી કમાણી કરશે. તે IT સેક્ટર, ઓટો, સાથે રિયલ એસ્ટેટ અને સંબંધિત ક્ષેત્રો જેમ કે હાઉસિંગ ફાઈનાન્સ, સિમેન્ટ, સ્ટીલ, પાઇપ્સ વગેરેમાં આગામી કેટલાક વર્ષોમાં તેજી જોઈ રહ્યા છે.