વિશાલ મેગા માર્ટ IPO: ઘરગથ્થુ ચીજવસ્તુઓ માટે મોટી દુકાનો ચલાવતા વિશાલ મેગા માર્ટની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ને બુધવારે શેર વેચાણના પ્રથમ દિવસે 51 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. NSE ડેટા અનુસાર, પ્રારંભિક શેર વેચાણમાં 75.67 કરોડ શેરની ઓફર સામે 38.59 કરોડ શેર માટે બિડ મળી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારો (NII)નો હિસ્સો 1.11 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે રિટેલ ઈન્ડિવિજ્યુઅલ ઈન્વેસ્ટર્સ (RII)ની શ્રેણીમાં 53 ટકા સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં માત્ર ત્રણ ટકા સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું.
એન્કર રોકાણકારો પાસેથી કર્યા રૂ. 2,400 કરોડ એકત્ર
વિશાલ મેગા માર્ટે મંગળવારે જણાવ્યું હતું કે તેણે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 2,400 કરોડ એકત્ર કર્યા છે. વિશાલ મેગા માર્ટનો રૂ. 8,000 કરોડનો IPO 13 ડિસેમ્બરે બંધ થશે. IPO માટે પ્રાઇસ બેન્ડ 74-78 રૂપિયા પ્રતિ શેર છે. IPO સંપૂર્ણપણે પ્રમોટર કેદાર કેપિટલની આગેવાની હેઠળની સમાયત સર્વિસીસ LLP દ્વારા શેરની વેચાણ માટેની ઓફર (OFS) છે. આમાં કોઈ નવા ઈક્વિટી શેર રજૂ કરવામાં આવ્યા નથી. હાલમાં, સમાયત સર્વિસીસ LLP ગુરુગ્રામ સ્થિત અગ્રણી સુપરમાર્કેટ કંપનીમાં 96.55 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટ થશે.
આવકમાં નોંધપાત્ર ઉછાળો
નાણાકીય વર્ષ 2022 થી 2024 વચ્ચે 26.98 ટકાના CAGR સાથે વિશાલ મેગા માર્ટની આવકમાં નોંધપાત્ર સુધારો થયો છે. આના કારણે નાણાકીય વર્ષ 2024માં આવક રૂ. 8,911.9 કરોડ સુધી પહોંચી હતી. નાણાકીય વર્ષ 2022માં કંપનીની આવક રૂ. 5,588.5 કરોડ હતી.