વિદેશ જતા લોકો માટે રાહતના સમાચાર
ડોમેસ્ટિક એરલાઈન્સ કંપનીઓને મળી રાહત
સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટી નહીં આપવી પડે
ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરી કરવાનું હવે સસ્તું થઈ જશે. હકીકતમાં નાણામંત્રાલયે ઈંટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરનારી ડોમેસ્ટિક એરલાઈન્સને તેલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી ઈંધણ એટલે કે એટીએફની ખરીદી પર હવે 11 ટકા બેસિક એક્સાઈઝ ડ્યૂટીમાંથી રાહત આપવામાં આવી છે.
મંત્રાલયે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે, ડોમેસ્ટિક એરલાઈન્સને ઈંટરનેશનલ ફ્લાઈટના સંચાલન માટે વેચવામાં આવતા એટીએફ પર બેસિક એકસાઈઝ ડ્યૂટી નહીં વસૂલવામાં આવે. આ નિર્ણય 1 જૂલાઈ 2022થી લાગૂ થઈ ગયો છે.
સરકારે ગત એક જૂલાઈના રોજ વિમાન ઈંધણની નિકાસ પર 6 રૂપિયા પ્રતિ લીટરના દરથી સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટી લગાવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ એવી શંકા ઉપજી હતી કે, ઈંટરનેશનલ ફ્લાઈટને સંચાલન કરનારી ડોમેસ્ટિક એરલાઈન્સ પર આ ચાર્જ લાગૂ થશે કે નહીં.
તેલ માર્કેટિંગ કંપનીઓનો એવો મત હતો કે, એટીએફની નિકાસ પર એક્સાઈઝ ડ્યૂટી લગાવ્યા બાદ ઈંટરનેશનલ ફ્લાઈટ્સ આવી ડોમેસ્ટિક એરલાઈન્સને 11 ટકાના દરથી બેસિક એક્સાઈઝ ડ્યૂટી આપવાની રહેશે. પણ નાણામંત્રાલયએ એ સ્પષ્ટ કર્યું છે કે, ઈંટરનેશનલ ફ્લાઈટ્સ માટે ડોમેસ્ટિક એરલાઈન્સ પર આ એક્સાઈઝ ડ્યૂટી લાગૂ નહીં થાય. આ વ્યવસ્થા વિદેશી એરલાઈન્સને એક્સાઈઝ ડ્યૂટીમાં આપવામાં આવતી છૂટને અનુરુપ જ રહેશે.