- સપ્તાહની શરૂઆત માજ શેરબજારમાં કડાકો
- રોકાણકારોને 8.29 લાખ કરોડનું નુકસાન
- મોટા ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો
રશિયા યુક્રેન તણાવ અને દેશના સૌથી મોટા કૌભાંડથી હચમચેલ બેન્કિંગ શેરના કારણે આજે સપ્તાહના પહેલા દિવસે રોકાણકારોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,747 પોઈન્ટ તૂટીને 56,405 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 531 પોઈન્ટ ઘટીને 16,842 પર બંધ થયો હતો. કારોબાર દરમ્યાન Paytmનો શેર 4.7% ઘટીને રૂ. 863 પર, નાયકાનો શેર 7.78% ઘટીને રૂ. 1,515 પર અને Zomataનો શેર 6.82% ઘટીને રૂ. 82.70 પર બંધ થયો. આ તાજેતરમાં બજારમાં પ્રવેશેલી કંપનીઓનું આ સૌથી નીચું સ્તર છે. આજના કારોબારમાં સપ્તાહના પ્રથમ દિવસે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. સોમવારે માર્કેટ કેપમાં રૂપિયા 8.29 લાખ કરોડનો ઘટાડો થયો હતો. શુક્રવારે તે રૂ. 263.47 લાખ કરોડ હતો જે આજે રૂ. 255.11 લાખ કરોડ સુધી ગગડ્યું છે.
ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં કડાકો દેખાયો હતો. નબળા વૈશ્વિક સંકેત સાથે શેરબજારે કારોબારની શરૂઆત મોટા ઘટાડા સાથે કરી હતી. બંને મુખ ઇન્ડેક્સ લાલ નિશાન નીચે દેખાઈ રહ્યા છે. SENSEX શુક્રવારે 773 પોઈન્ટ ઘટીને 58,152 ઉપર બંધ થયો હતો જે આજે મોટા ઘટાડા સાથે 56,720.32 ઉપર ખુલ્યો હતો. NIFTY ની વાત કરીએ તો છેલ્લા સત્રમાં 231 પોઈન્ટ ઘટીને 17,374 પર બંધ થયો હતો. આજે નિફટી 17,076.15 ની સપાટીએ ખુલ્યો હતો.
BSE માં 256 શેર અપર અને 764 લોઅર સર્કિટમાં રહ્યા હતા. આનો અર્થ એ છે કે એક દિવસમાં, તેઓ ચોક્કસ મર્યાદાથી આગળ ન તો ઘટી શકે છે અને ન તો વધી શકે છે. કુલ શેરમાંથી 2980 શેરો ઘટ્યા હતા અને 571 વધ્યા હતા. નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 3% ડાઉન રહ્યો જ્યારે મિડકેપ, બેન્કિંગ અને ફાઇનાન્સિયલ ઇન્ડેક્સ 4-4% થી વધુ નીચે રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 1 શેર વધ્યો છે જ્યારે 49 ફહત્યા છે. એક માત્ર ટીસીએસ વધ્યો છે.