આવનાર સમયમાં આર્થિક મંદીના લક્ષણ જોવા મળી રહ્યા છે.
Vedantuએ પણ બે વખત હજારો લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે
Netflixએ પણ લગભગ 150 કર્મચારીઓ અને ડઝનભર કોન્ટ્રાક્ટર્સની છટણી કરી દીધી
દુનિયાભરમાં મોંઘવારી પોતાના ચરમ પર છે. ત્યાં જ દેશનો ઈકોનોમિક ગ્રોથ પણ સતત કમજોર પડી રહ્યો છે. એવામાં ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે આવનાર સમયમાં આર્થિક મંદીના લક્ષણ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે એક બાદ એક કંપની લોકોને નોકરીમાંથી નિકાળી રહી છે. તો શું તેને આર્થિક મંદીની આહટ માનવી જોઈએ?
Cars24એ કરી 600 લોકોની છટણી
Cars24 નામની ઈ-કોમર્સ કંપનીએ 600 એમ્પ્લોઈઝને નોકરીમાંથી કાઢ્યા છે. જોકે આ વિશે કંપનીનું કહેવું છે કે આ તેના વ્યાપાર કરવાની સામાન્ય પ્રક્રિયા છે. તે દર વર્ષે પ્રદર્શનના આધાર પર એમ્પ્લોઈઝની છટણી કરે છે. આ પણ તેનો એક ભાગ છે. તેનો કંપનીનો ખર્ચ ઘટવા સાથે કોઈ લેવા દેવા નથી. Cars24ના એમ્પ્લોઈઝની સંખ્યા લગભગ 9,000 છે અને હવે તેમાંથી 6.6% લોકોની નોકરી જતી રહી છે.
Vedantuએ મહિનામાં બે વખત લોકોને નોકરીમાંથી નિકાળ્યા
આ વચ્ચે એજ્યુકેશન ટેક કંપની Vedantuએ પણ બે વખત હજારો લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. મેં મહિનામાં જ કંપનીએ પહેલા 200 લોકોની અને પછી બુધવારે 424 લોકોની છટણી કરી દીધી છે. કંપનીના કુલ એમ્પ્લોઈઝની સંખ્યા 5,900ની નજીક છે. પહેલી વખત છટણીને લઈને કંપનીનું કહેવું છે કે તેણે 120 કોન્ટ્રાક્ટર્સ અને 80 ફુલ ટાઈમ એમ્પ્લોઈઝના કામકાજનું આકલન કર્યા બાદ આ નિર્ણય કર્યો છે.
Netflixએ કરી 150 લોકોની છટણી
નકરીમાંથી કાઢી મુકવાની આ ઘટના ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના અન્ય ભાગોમાં પણ જોવા મળી રહી છે. પોપ્યુલર OTT પ્લેટફોર્મ Netflixએ પણ લગભગ 150 કર્મચારીઓ અને ડઝનભર કોન્ટ્રાક્ટર્સની છટણી કરી દીધી છે. The Vergeના સૂત્રોના હવાલે મળેલી એક જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે નેટફ્લિક્સની ફેન ફોકસ્ડ વેબસાઈટ Tudum માટે કામ કરી રહેલા ઓછામાં ઓછા 26 કોન્ટ્રાક્ટર્સને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. નેટફ્લિક્સ આ પહેલા માર્કેટિંગ ટીમથી લગભગ 25 લોકોને બહાર કરી ચુકી છે. જેમાં લગભગ એક ડઝન લોકો Tudumથી જ જોડાયેલા હતા.