Paytm સંકટ વચ્ચે ટાટા ગ્રૂપ દ્વારા તેની સુપરએપ Tata New ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની એપ પર ટ્રાફિક અને એંગેજમેન્ટ વધારવા માટે Uber Technologies સાથે વાતચીત કરી રહી છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ ભાગીદારીમાં ઉબેર સેવાઓને ‘કી એપ’ તરીકે ઈકોસિસ્ટમમાં સામેલ કરવા માટે વાતચીત ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, ટાટા ન્યૂ એપને ટાટા ગ્રૂપ દ્વારા સુપરએપ તરીકે રજૂ કરવામાં આવી હતી, પરંતુ તેની શરૂઆતથી જ તે ઓછી વૃદ્ધિ અને જોડાણનો સામનો કરી રહી છે.
બંને કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ મળ્યા છે
આ વર્ષની શરૂઆતમાં, દાવોસ કોન્ફરન્સમાં ઉબેરના સીઈઓ દારા ખોસરોશાહી અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન વચ્ચે બેઠક થઈ હતી.
આ વાતચીત બાદ એવું માનવામાં આવે છે કે ખોસરોશાહી પણ ભારત આવી શકે છે. અગાઉ, ટાટાએ 2023માં 25,000 ઇલેક્ટ્રિક વાહનોની સપ્લાય કરવા માટે ઉબેર સાથે કરાર કર્યો હતો.
ટાટા અને ઉબેરે સત્તાવાર માહિતી આપી નથી
Tata New App Tata Digital હેઠળ આવે છે. હાલમાં, આ અહેવાલ પર ટાટા જૂથ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી અને ઉબેર દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. આ સંભવિત ભાગીદારીની ચોક્કસ શરતો હજુ પણ વાટાઘાટ હેઠળ છે, જેમાં અંતિમ રૂપ આપવાની કોઈ બાંયધરી નથી.
Tata Neu શું છે?
ટાટા ન્યૂ ટાટા ગ્રુપની સુપર એપ છે. આમાં ટાટા ગ્રુપની તમામ બ્રાન્ડ્સ એક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આમાં ઈલેક્ટ્રોનિક્સથી લઈને કરિયાણા, ફ્લાઇટ બુકિંગ અને ઘણી બધી સેવાઓનો સમાવેશ થાય છે.