ભારતીય શેરબજારમાં આ સપ્તાહના ત્રીજા દિવસે પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. 23 ઓક્ટોમ્બર દિવસના અંતે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ફેરફારોના અંતે સેન્સેક્સ 138.74 પોઇન્ટના ઘટાડા સાથે 80,081.98એ બંધ રહ્યો છો. તો નિફ્ટી 36.60 પોઇન્ટ ઘટાડા સાથે 24,435એ બંધ થયો હતો. સેન્સેક્સમાં 0.17 ટકા અને નિફ્ટીમાં 0.15 ટકાનો ઘટાડો દર્શાવે છે.
અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીની અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો હતો. તો વિદેશી રોકાણકારોમાં ચીન તરફથી વલણ જોવા મળતા ભારતયી શેરબજારમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જો કે આઇટી શેરોએ મોટા નુક્શાનથી બચાવામાં ઘણી સફળતા મળી હતી.