SBI, ICICI, HDFC બેન્કના શેર પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરવા જોઇએ
જો ફુગાવો ઘટે તો ફરી એકવાર આપણને ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે
નિફ્ટી બેન્ક હાલ 34,700 – 35,500ની રેન્જમાં જોવા મળી રહી છે.
RBIએ પોલિસી રેટ કે રેપો રેટ માં વધારો કર્યો છે, પરંતુ કેશ રિઝર્વ રેશિયોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. પોલિસીની જાહેરાત પૂરી થતાં જ તેની સીધી અસર બેન્કિંગ સેક્ટરના શેર પર જોવા મળી રહી છે. સવારે લગભગ બધી જ બૅન્કો લાલ રંગમાં ટ્રેડ કરી રહી હતી. પરંતુ થોડા જ સમયમાં બધા શૅર ઉપરની તરફ જવા લાગ્યા હતા. જો કે, બપોરે 12 વાગ્યા બાદ ફરી એકવાર બેન્કિંગ શેરોમાં વેચવાલી શરૂ થઈ હતી.
બજારના જાણકારોનું કહેવું છે કે, આરબીઆઇના રેપો રેટમાં વધારો કરવાનો અને CRR નહીં વધારવાનો નિર્ણય બેન્કિંગ સેક્ટરને પસંદ આવ્યો છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે, આ એક સારી વાત છે કે આરબીઆઈએ ગ્રોથની સંભાવનાને સંપૂર્ણપણે નકારી નથી. જો ફુગાવો ઘટે તો ફરી એકવાર આપણને ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે. આ સ્થિતિમાં અર્થતંત્રમાં ધિરાણની માગ વધતી જોવા મળશે. જેનો ફાયદો બેન્કિંગ સેક્ટરને મળશે.
જાણો ક્યા શેરોની ખરીદી કરાવી શકે છે ફાયદો?
જીસીએલ સિક્યોરિટીઝના રવિ સિંઘલનું કહેવું છે કે, આરબીઆઇ પોલિસીની જાહેરાત બાદ રોકાણકારોએ SBI, ICICI, HDFC બેન્કના શેર પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરવા જોઇએ. તમે તેમાં સારી તેજી જોઈ શકો છો. , જે લોકો તેમના પોર્ટફોલિયોમાં કેટલાક બેંકિંગ સ્ટોક ઉમેરવા માંગે છે, તેઓએ એસબીઆઈને પ્રથમ પસંદગી આપવી જોઈએ. ત્યારબાદ ICICI બેન્ક અને HDFC બેન્ક પર નજર રાખવી જોઈએ.
સીઆરઆરમાં વધારાની અપેક્ષા હતી. પરંતુ એવું લાગી રહ્યું છે કે આરબીઆઇએ હાલ પૂરતી બેન્કો સાથે લિક્વિડિટી જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે સીઆરઆરમાં વધારો કરવામાં આવ્યો નથી.નિફ્ટી બેન્ક હાલ 34,700 – 35,500ની રેન્જમાં જોવા મળી રહી છે. તેના ઉપરના લેવલને તોડ્યા બાદ બેન્ક નિફ્ટીમાં 1000 અંકોનો વધારો જોવાને મળી શકે છે. સુમિત બગડિયાનું કહેવુ છે કે, સીઆરઆર ન વધારવાનો નિર્ણય બેંકોને ખુશ કરવાનો છે. આ કારણે બેન્કિંગ સ્ટૉકમાં તેજી જોવા મળી શકે છે