એગ્રી કોમોડિટીમાં તેજીના વળતાં પાણી જોવા મળશે
એલ્યુમિનિ-કોપરમાં નરમાઇનો ટ્રેન્ડ
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીએ 23 ડોલરની સપાટી ગુમાવી
વૈશ્વિક સ્તરે સતત વધતી મોંઘવારીના કારણે અન્ય રોકાણ સાધનો જેમકે બેન્ક ડિપોઝીટ, બોન્ડ યિલ્ડમાં રોકાણ પ્રવાહ વધુ મજબૂત બનશે. જેના પરિણામેસોના-ચાંદીમાં ભાવ વધુ ઘટે તેવા સંકેતો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીએ 23 ડોલરની સપાટી ગુમાવી છે જે 21 ડોલર સુધી પહોંચી શકે છે. જ્યારે સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયો મજબૂત બને અને ચાંદી ઝડપી 63000ના સ્તરે પહોંચે તો નવાઇ નઈ! જ્યારે સોનામાં 52500-52000નું અનુમાન છે. ફેડ વ્યાજ વધારો માર્કેટ માટે નિર્ણાયક સાબીત થશે. ખાદ્યતેલો રેકોર્ડ સ્તરથી સરેરાશ 10 ટકા સુધી ઘટ્યાં છે. જ્યારે અન્ય એગ્રી કોમોડિટીમાં કોટન, ખાંડ, એરંડા, મસાલાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ખાદ્યપદાર્થોમાં આવેલ તેજી અંતીમ તબક્કામાં છે.
ચોમાસું સારુ રહેશે તેવા સંકેતો અને તેલીબિયા તથા કપાસના મોટા પાયે વાવેતર થશે તેવા અહેવાલે બજારમાં હવે તેજીના કોઇ સંકેતો અસર કરતા નથી ઉલટું હજુ ભાવ ઘટી શકે છે. લોકડાઉનમાં વ્યાજ વધારાની અસરે માગમાં ઘટાડો થશે તેવા સંકેતો છે પરિણામે તમામ મેટલ્સમાં ઘટાડો જોવા મળશે.ન્યુ એજ મેટલ્સ એટલે કે બેટરી મટીરિયલની માગ પણ અટકી છે જેના કારણે આગામી સમયમાં નિકલ,કોપર તથા એલ્યુમિનિયમની કિંમતોમાં 5-10% સુધી ઘટાડો થાય તેવી શક્યતા છે. ફેડની બેઠકમાં વ્યાજદરમાં વધારો થતા તથા ફોરેક્સ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સની સતત મજબૂતીના કારણે વેપાર ખોરવાઇ ચૂક્યા છે. માર્કેટમાં મંદી તરફી ટ્રેન્ડ રહ્યો છે.