કોવિડ-19 મહામારી જેવા સંકટ સમયે દેશના ઈકોનોમિક ગ્રોથને સંભાળવા અને બેંકો તથા ગ્રાહકોને મોનેટાઈઝેશન જેવી સુવિધા આપનાર રિઝર્વ બેંકની સામે પડકારો જરાય ઓછા નથી. વૈશ્વિક પડકારોના કારણે મોંઘવારી એક મોટો મુદ્દો છે. પરંતુ આરબીઆઈ મોંઘવારી અને વિકાસને કેવી રીતે સંભાળશે. આ સમગ્ર મામલે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સંઘવી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી. જેમાં આ તમામ પહેલુઓ પર ચર્ચા કરવામાં આવી. આવો જાણીએ….
મોંઘવારીને કાબૂમાં કરવા માટે શું છે પ્લાન?
મોંઘવારી પર બોલતા શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી વૈશ્વિક સ્તરે વધુ છે. આજે આ એક વૈશ્વિક મુદ્દો છે. અમેરિકા, બ્રિટન, જર્મની જેવા દેશોમાં મોંઘવારી ખુબ વધુ છે. જો કે અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં સુધારો થયો છે. પરંતુ યુરોપિયન ઝોનમાં જોઈએ તો હજુ તે ચિંતાનો વિષય છે. ભારતમાં પણ મોંઘવારીનો પીક બની ચૂક્યો છે. ગત ડેટામાં મોંઘવારી 7.8 ટકા સાથે પીક પર રહી. હવે ધીરે ધીરે તેના ઓછા થવાની આશા છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં કમી આવી છે. ઈન્ટરનેશનલ ક્રૂડ પ્રાઈસ ખુબ ઓછો થયો છે. અમે આ રેન્જ 105 ડોલર પ્રતિ બેરલની આસપાસનો અંદાજો લગાવ્યો હતો. પંરતુ તે હાલ 94-95 ડોલર પ્રતિ બેરલ આજુબાજુ છે. જેને જોતા એવું લાગે છે કે આગામી વર્ષે જૂન સુધીમાં મોંઘવારી 5 ટકા સુધી આવી શકે છે. જો કે હજુ પણ વૈશ્વિક ફુગાવો ખુબ વધુ રહેવાનું અનુમાન છે. જેનાથી અસ્થિરતા રહી શકે છે.
વ્યાજ દર આગળ વધશે કે નહીં?
આ સવાલ પર આરબીઆઈ ગર્વર્નરે કહ્યું કે હાલની સ્થિતિમાં વ્યાજ દરોનો અંદાજો આપવો સંભવ નથી. મોંઘવારી હંમેશાથી આરબીઆઈની પ્રાથમિકતા પર રહી છે. પોલીસીમાં જે પણ નિર્ણયો લેવાયા છે કે આગળ લેવાશે તેને જોતા એવું લાગે છે કે અમે રાઈટ ટ્રેક પર છીએ. સમયની જરૂરિયાત પ્રમાણે જ નિર્ણય લેવા જોઈએ અને તે મુજબ જ અમે પગલાં ભરી રહ્યા છીએ. હાલ ચિંતાની કોઈ વાત જોવા મળી રહી નથી. પરંતુ કોઈ પણ ચેલન્જ માટે તૈયાર રહેવું જોઈએ। આમ પણ વ્યાજ દરોમાં ફેરફાર થશે કે નહીં તે અનેક ફેક્ટર્સ પર નિર્ભર કરે છે. ડોમેસ્ટિક ઈનકમિંગ ડેટા અને ગ્લોબલ ડેવલપમેન્ટની સાથે જ વ્યાજ દરો પર નિર્ણય લઈશું. કોવિડ દરમિયાન જરૂર હતી ત્યારે અમે રેટ કટ કર્યા હતા અને સ્થિતિ મુજબ જ કટ કર્યા હતા. હવે સ્થિતિઓ બદલાઈ રહી છે પરંતુ આમ છતાં વ્યાજ દરો પર ફોરવર્ડ ગાઈડન્સ આપવું હાલ મુશ્કેલ છે.
ગ્રોથ અને મોંઘવારી વચ્ચે કેવી રીતે તાલમેળ રાખી રહ્યા છો અને મોંઘવારીને કાબૂમાં લેવા માટે ગ્રોથ ઈમપેક્ટ થવા દેશો?
શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી નિયંત્રણના નિર્ણયથી ગ્રોથ પર મામૂલી અસર હંમેશા થાય છે. મોંઘવારી કોઈ પણ દેશ માટે મોટી ચિંતા હોય છે. મોંઘવારી કંટ્રોલ કરવાની સાથે સાથે ગ્રોથને માઈન્ડમાં રાખવો જોઈએ. આરબીઆઈ એક્ટમાં એ વાત સ્પષ્ટ છે. અમારું ફોકસ હંમેશા રહે છે કે મોંઘવારી કાબૂમાં કરતી વખતે ગ્રોથ પર અસર ઓછામાં ઓછી થાય. હાલની સ્થિતિઓ વૈશ્વિક પડકારો ખુબ મહત્વપૂર્ણ છે. વૈશ્વિક માંગમાં ઘટાડો આવ્યો છે. વૈશ્વિક સ્તરે નિકાસ સેક્ટરનો ખુબ મોટો રોલ રહે છે. ઈન્ટરનેશનલ સ્લો ડાઉનની અસર પણ ભારત પર જોવા મળે છે. આવામાં ગ્રોથ પર વૈશ્વિક માગણીની અસર જોવા મળે તે સ્વાભાવિક રહે છે. વૈશ્વિક વિકાસ વધવાની સાથે ઘરેલુ વિકાસ પણ વધશે. ઘરેલુ ફેક્ટર ઉપર પણ ખુબ નિર્ભરતા રહે છે. પરંતુ ખેતી સેક્ટર ખુબ સારું કરી રહ્યું છે. સારા ચોમાસાના પગલે ખેતી ક્ષેત્રથી સારી આશાઓ છે. ઈન્ડસ્ટ્રી, સર્વિસ સેક્ટર, ક્રેડિટ ગ્રોથ બધુ સારું છે. ઈકોનોમી એક્ટિવિટી પણ સારી ચાલી રહી છે. રૂરલ અને અર્બન સેક્ટરની ડિમાન્ડમાં પણ સુધારો છે.
ક્રેડિટ ગ્રોથ ખુબ જબરદસ્ત છે, આમ કેવી રીતે, કારણ કે GDP ગ્રોથ તો અનુમાન કરતા ઓછો છે?
શક્તિકાંત દાસે કહ્યું કે ક્રેડિટ ગ્રોથ ખુબ સારો રહ્યો છે. Q1 GDP ગ્રોથ અંદાજાથી ઓછો છે. પરંતુ ક્રેડિટ ગ્રોથનું સેક્ટરના આધારે આંકલન કરી રહ્યા છીએ. બેંકોના ક્રેડિટ ગ્રોથ પર આરબીઆઈ હંમેશા નજર રાખે છે. ક્રેડિટ ગ્રોથ એટલા માટે વધુ જોવા મળી રહ્યો છે કારણ કે તેને ગત વર્ષની સરખામણીએ જોઈ રહ્યા છીએ. ગત વર્ષે જે ઘટાડો હતો તેના પર આ ગ્રોથ થઈ રહ્યો છે. આરબીઆઈ સમયાંતરે બેંકોને ચેતવણી ઉચ્ચારતી રહે છે. સુપરવિઝનની રીતે અમે સેક્ટર વાઈઝ એનાલિસિસ કરીએ છીએ કે ક્રેડિટ ગ્રોથ ક્યાં વધુ છે. રિટેલ લેન્ડિંગ, રિયલ એસ્ટેટ, લેન્ડિંગામાં જ્યાં જરૂર હોય છે ત્યાં ક્રેડિટ ગ્રોથ જોવામાં આવે છે. બેંકો પાસે ગ્રોથ વધુ હોવા પર રિપોર્ટ માંગવામાં આવે છે. ઈન્ટરનલ રિવ્યૂ કરવાની સલાહ અપાય છે કે તમારું રિસ્ક બિલ્ડ અપ થઈ રહ્યું છે. આરબીઆઈ તરફથી બે ચીજો હોય છે રિસ્ક એસેસમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટ. રિસ્ક એસેસમેન્ટ આરબીઆઈ કરે છે પરંતુ રિસ્ક મેનેજમેન્ટ કંપનીઓએ જ કરવાનું હોય છે.