ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે એનસીએલટીએ ટાટા સ્ટીલ લિમિટેડ સાથે મર્જરને મંજૂરી આપી દીધી છે. ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ અન્ય છ સબસિડિયરી કંપનીઓને પણ પોતાની સાથે મર્જ કરશે. ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે NCLTની કટક બેન્ચે 18 ઓક્ટોબરે ટાટા સ્ટીલ સાથે કંપનીના મર્જરની યોજનાને મંજૂરી આપી દીધી છે.
આ વર્ષે મર્જરની પ્રક્રિયા પૂર્ણ થવાની ધારણા છે.
અગાઉ, ટાટા સ્ટીલના સીઈઓ અને એમડી ટીવી નરેન્દ્રને કહ્યું હતું કે સબસિડિયરી કંપનીઓના મર્જરની પ્રક્રિયા નાણાકીય વર્ષ 2023-24માં પૂર્ણ થવાની અપેક્ષા છે. ટાટા સ્ટીલમાં મર્જ કરવામાં આવતી પેટાકંપનીઓમાં ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ધ ટીનપ્લેટ કંપની ઓફ ઈન્ડિયા, ટાટા મેટલિક્સ, ટીઆરએફ, ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ, ટાટા સ્ટીલ માઈનિંગ અને એસએન્ડટી માઈનિંગ કંપનીનો સમાવેશ થાય છે.
ટાટા સ્ટીલ TPVSLમાં 26 ટકા હિસ્સો ખરીદશે
બીજી તરફ, ટાટા સ્ટીલે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડના એકમ TP વર્ધમાન સૂર્યા લિમિટેડ (TPVSL)માં 26 ટકા હિસ્સો લેવાની જાહેરાત કરી છે. જોકે, કંપની દ્વારા આ ડીલની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ટાટા સ્ટીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી (TPREL) પાસેથી 379 મેગાવોટ સ્વચ્છ ઊર્જા પણ ખરીદશે.
કંપની નિવેદન
ટાટા સ્ટીલના સીઈઓ અને એમડી એમડી ટીવી નરેન્દ્રને જણાવ્યું હતું કે, ‘ટાટા પાવર રિન્યુએબલ સાથેની અમારી ભાગીદારી 2045 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને અનુરૂપ છે. અમે સ્વચ્છ અને ગ્રીન એનર્જી સોલ્યુશન્સ માટે સંક્રમણ માટે પ્રતિબદ્ધ છીએ.