ગેસ કનેક્શન માટે વન-ટાઈમ સિક્યોરિટી ડિપોઝિટમાં વધારો
આજથી નવુ ગેસ કનેક્શન લેવું પડશે મોંઘુ
જાણો કેટલા રૂપિયાનો થયો વધારો
મોંઘવારીનો વધુ એક ઝટકો લોકોને વાગવાનો છે. આજથી નવું ગેસ કનેક્શન લેવું મોંઘુ થઈ ગયું છે. ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર રનેક્શનની સિક્યોરિટી ડિપોઝિટ વધ્યા બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર કનેક્શનના ભાવમાં વધારો કર્યો છે. નવા ભાવ આજે 28 જૂન 2022થી લાગુ થઈ ગયા છે. નવા રેટ્સ અનુસાર, હવે ગ્રાહકોને 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર 1,050 રૂપિયા વધારે ચુકવવા પડશે. ઓઈલ કંપનીઓએ 19 કિગ્રા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 2,550 રૂપિયાથી વધારીને 3,600 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દીધા છે. જણાવી દઈએ કે સિક્યોરિટીના પૈસા રિફંડેબલ હોય છે અને જ્યારે કનેક્શન પરત આપવામાં આવે ત્યારે ગેસ કંપનીઓ તેને પરત કરી દે છે.
આટલું જ નહીં 47.5 કિગ્રાના કોમર્શિયલ સિલિન્ડર કનેક્શનની સિક્યોરિટી ડિપોઝિટમાં પણ વધારો થયો છે. હવે ગ્રાહકોને આ ગેસ સિલિન્ડરના કનેક્શન માટે સિક્યોરિટી ડિપોઝિટના રૂપમાં 7,350 રૂપિયા આપવાના રહેશે. નવા ભાવની જાહેરાત પહેલા આ 6,450 રૂપિયા હતા. તેમાં 900 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. આ ઉપરાંત, LOT વાલ્વ વાળા 19 કિગ્રાના સિલિન્ડરના કનેક્શન માટે સિક્યોરિટી ડિપોઝિટ 4,800 રૂપિયા વધારીને 5,850 રૂપિયા કરવામાં આવી છે. આ રીતે 47.5 કિલો વોલ્ટ LOT Valve પર સિક્યોરિટી ડિપોઝિટ 8,700 રૂપિયાથી વધીને 9,600 રૂપિયા કરી દેવામાં આવી છે.
નવા કનેક્શન પર બે સિલિન્ડરની જમા રાશિ 4,400 રૂપિયા હતા. 5 કિલોના સિલિન્ડર માટે સિક્યોરિટી ડિપોઝિટ 800 રૂપિયાથી વધીને 1,150 રૂપિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાઈપ અને પાસબુક માટે ક્રમશઃ 150 રૂપિયા અને 25 રૂપિયા આપવાના રહેશે. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં ગેસ કંપનીઓએ વગર સબ્સિડી વાળા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં 136 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિગ્રા એલપીજી સિલિન્ડરની કિંમત ઘટીને 2,219 રૂપિયા થઈ ગઈ.