આઇટી કંપનીઓ મોબિલીટી સોલ્યુશન તરફ આગળ વધી રહી છે
85% ગુજરાતની આઈટી કંપનીઓનો બિઝનેસ વિદેશમાંથી
હવેનો જમાનો વેબ-3નો આવશે
દેશના આર્થિક વિકાસનું ગ્રોથ એન્જિન ભલે એમએસએમઇ (મન્યુફેક્ચરીંગ) છે પરંતુ હવે જમાનો બદલાય રહ્યો છે. આ સેક્ટરને ગ્રોથ સાધવો હશે તો ડિજિટલાઇઝેશન તરફ વળવું જ પડશે. ટેક્નોલોજીના યુગમાં આ મજબૂત ગ્રોથ માટે આઇટી સેક્ટરને અવગણવું ભારે પડી શકે છે. દેશ ટેક્નોલોજી બાબતે હજુ પા..પા…પગલી ભરી રહ્યો છે. હવેનો જમાનો અત્યાધુનિક મોબાઇલનો છે અને તેમાં પણ 5-જી આવી રહ્યું છે ત્યારે હવે કોમ્યુટર આઉટડેટેડ થવા લાગશે. બધી ટેક્નોલોજી તમારા હાથમાં (સ્માર્ટફોન) દ્વારા રન થતી હશે તે દિવસો દૂર નથી જોકે શરૂઆત થઇ ચૂકી છે. આઇટી કંપનીઓ મોબિલીટી સોલ્યુશન તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધી બેંગ્લોર, પુના, કલકત્તા આઇટી હબ ગણાતું હતું પરંતુ હવે પરિસ્થિતી બદલાઇ ચૂકી છે. એપ્લિકેશન ડેવલપમેન્ટ, રિસર્ચ, મોબિલીટી સોલ્યુશનમાં ગુજરાતની કંપનીઓ આગળ આવી છે.
બિઝનેસમાં ઝડપી ગ્રોથ માટે રિસર્ચને જે કંપની વધુને વધુ પ્રાધાન્ય આપશે તેટલો ઝડપી ગ્રોથ મેળવશે. ટેક્નોલોજીના સમયમાં માત્ર પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ અને વેચાણ જ મહત્વનું નથી રહ્યું બદલાતા સમયની સાથે દરેક સેક્ટરની કંપનીએ પરિવર્તન લાવવું પડશે જેના માટે કંપનીઓ રિસર્ચ પાછળ વધુને વધુ ખર્ચ કરે તે જરૂરી છે.
2018માં વૈશ્વિક મોબાઇલ એપ્લિકેશન માર્કેટ સાઇઝ 106.27 અબજ ડોલરની હતી જે આગામી વર્ષ 2026 સુધીમાં 407.31 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. જે 2019 થી 2026 દરમિયાન 18.4% ની CAGRના દરે વધી રહ્યો છે. મોબાઇલ એપ્લિકેશન એ વિવિધ પ્રકારની સોફ્ટવેર એપ્લિકેશન્સ છે જે ચલાવવા માટે વિવિધ સ્માર્ટફોન, ટેબ્લેટ અને કોમ્પ્યુટર ટેબ્લેટ ડિઝાઇન કરવામાં આવી છે. મોબાઈલ એપ્લીકેશનો વપરાશકર્તાઓને કોમ્યુટર પર એક્સેસ કરેલ સર્વિસિસ રજૂ કરવા માટે સેવા આપે છે. મોબાઇલ એપ્લિકેશનનો પ્રાથમિક ધ્યેય વપરાશકર્તાઓને તેમના પોર્ટેબલ ઉપકરણો પર ઇન્ટરનેટનો ઉપયોગ કરવા સક્ષમ કરીને તેમને ઇન્ટરનેટ સેવાઓ સાથે કનેક્ટ કરવામાં મદદ કરવાનો છે.
ગેમિંગ સેગમેન્ટે 2018માં મોબાઇલ એપ્લિકેશન માર્કેટમાં પ્રભુત્વ મેળવ્યું હતું અને આગામી સમયગાળા દરમિયાન તેનું વર્ચસ્વ જળવાઇ રહેવાનો અંદાજ છે, ચીન અને ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોમાં મોબાઇલ ગેમિંગ એપ્લિકેશનની સંખ્યામાં વધારો થવાને કારણે, જે બજારના ગ્રોથને આગળ ધપાવે છે.ગેમિંગ સેગમેન્ટે 2018માં મોબાઇલ એપ્લિકેશન માર્કેટમાં પ્રભુત્વ મેળવ્યું હતું અને આગામી સમયગાળા દરમિયાન તેનું વર્ચસ્વ જળવાઇ રહેવાનો અંદાજ છે, ચીન અને ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોમાં મોબાઇલ ગેમિંગ એપ્લિકેશનની સંખ્યામાં વધારો થવાને કારણે, જે બજારના ગ્રોથને આગળ ધપાવે છે.
એન્ટરપ્રાઈઝ એપ્સમાં સતત વૃદ્ધિ, ખાસ કરીને આરોગ્ય અને ફિટનેસ માટે ઉપયોગમાં લેવાતી એપ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ ઉચ્ચ ડાઉનલોડ્સ અને ગેમિંગ એપ્સ માટેની એપ ખરીદીમાં બજારના વિકાસને વેગ મળે છે.ગુજરાતની આઇટી કંપનીઓનો 85 ટકાથી વધુ બિઝનેસ આંતરરાષ્ટ્રીય સ્તરે છે જેમાં અમેરિકા, કેનેડા તથા યુરોપીયન દેશોમાંથી આવી રહ્યો છે વિશ્વની અનેક કંપનીઓ મોબાઇલ તેમજ એપ્લિકેશન આધારિત સોફ્ટવેર માટે ગુજરાતી કંપનીઓને પસંદ કરી રહ્યાં છે.