- વૈશ્વિક સ્તરે સિલ્વર ઈટીએફની ચમક ઓછી રહી
- ચાંદીનો સૌથી વધુ વપરાશ ઔદ્યોગિક ક્ષેત્રે
- સિલ્વર ઈટીએફમાં રોકાણકારોને છેલ્લા પાંચ મહિનાથી નુકસાન
આ વર્ષે ધમાકા સાથે શરૂ થયેલા સિલ્વર ઇટીએફે રોકાણકારોને નિરાશ કર્યા છે. દેશમાં હાલમાં ઉપલબ્ધ તમામ 6 સિલ્વર ઇટીએફ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ તમામમાં રોકાણકારોને અત્યાર સુધી સૌથી વધુ નુકસાન થયું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ચાંદી છેલ્લા એક વર્ષથી સૌથી નબળુ પ્રદર્શન આપ્યું છે. વર્ષની શરૂઆતમાં, સિલ્વર ઇટીએફની પ્રતિ યુનિટ સરેરાશ કિંમત રૂ. 61.50 હતી, જે 22 જૂને રૂ. 60.30થી ઘટીને આવી છે. તદનુસાર, 2022માં હવે સિલ્વર ઈટીએફના રોકાણકારો લગભગ 2% ખોટ કરી રહ્યાં છે.
બીજી તરફ, ગોલ્ડ ઈટીએફના રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન 5%થી વધુ લાભ મેળવ્યો છે. જોકે, પ્રથમ ત્રણ મહિનામાં સિલ્વર ઈટીએફ રોકાણકારો સરેરાશ 4.56% નુકસાન થયુ હતું. આનો અર્થ એ થયો કે છેલ્લા બે મહિનામાં તેના પ્રદર્શનમાં સુધારો થયો છે. શરૂઆતના મહિનાઓમાં નબળા દેખાવ છતાં, દેશમાં ચાલી રહેલા સિલ્વર ઈટીએફનું કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) રૂ. 850 કરોડને વટાવી ગયું છે.
સોના કરતાં ચાંદીનો ઉપયોગ વધુ થાય છે. તે માત્ર બુલિયન નથી. 65-70% ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે. આ જ કારણ છે કે જ્યારે પણ ઉદ્યોગોને અસર થાય છે ત્યારે ચાંદીના ભાવ ઘટવા લાગે છે. કેડિયા એડવાઇઝરીના એમડી અજય કેડિયાએ જણાવ્યું હતું કે સોનાના 48% રિટર્ન સામે ચાંદીએ છેલ્લા ત્રણ વર્ષમાં 58% રિટર્ન આપ્યું છે. પરંતુ, છેલ્લા કેટલાક મહિનામાં ઘણો ફેરફાર આવ્યો છે. તેના કારણે જ્યાં છેલ્લા એક વર્ષમાં સોનામાં 8% રિટર્ન અને ચાંદીના ભાવમાં 11%નો ઘટાડો થયો છે. તેની સીધી અસર ઇટીએફ પર જોવા મળી હતી. પરંતુ થોડા મહિના પછી, સિલ્વર ઈટીએફ બાઉન્સ બેક કરી શકે છે.