- વ્હોટ્સએપથી આઇપીઓમાં રોકાણ કરી શકાશે
- વ્હોટ્સએપ ડિમેડ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપશે
- ટેક્નોલૉજીમાં વધુ એક કદમ વ્હોટ્સએપ દ્વારા
આજના આધુનિક યુગમાં લોકો ટીકનોલોજીનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરે છે. રોજે નવી નવી ટેકનૉલોજિ આવી રહી છે. જેનો લોકો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. ત્યારે ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પૈકીનું એક અપસ્ટોક્સ હવે રોકાણકારોને વ્હોટ્સએપ મારફતે આઇપીઓમાં રોકાણ કરવાની અને ડિમેટ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપશે. અપસ્ટોક્સ વ્હોટ્સએપ મારફતે આઇપીઓ માટે સંપૂર્ણ સપોર્ટ પ્રદાન કરશે, ગ્રાહકો માટે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા સરળ બનાવશે. અપસ્ટોક્સના ગ્રાહકોની સંખ્યા એકલા ઓક્ટોબર, 2021માં જ 1 મિલિયન વધી હતી, જેના પગલે એના કુલ ગ્રાહકોની સંખ્યા 7 મિલિયનથી વધી ગઈ હતી. કંપનીનો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં એના ગ્રાહકોની સંખ્યા વધારીને 10 મિલિયન કરવાનો છે. ગ્રાહકે અપસ્ટોક્સના વેરિફાઇડ વ્હોટ્સએપ પ્રોફાઇલ નંબર 9321261098 સાથે તેમનો મોબાઇલ ફોન પર ‘કોન્ટેક્ટ્સ’થી જોડાવાની અને તેમના મોબાઇલ નંબર પરથી આ નંબર પર લખીને મોકલવાની જરૂર છે.
- વ્હોટ્સએપ મારફતે અપસ્ટોક્સ સાથે આઇપીઓમાં રોકાણ માટેના સ્ટેપ
અપસ્ટોક્સ વ્હોટ્સએપ નંબર 9321261098 પર વ્હોટ્સએપ ચેટ બોટ ‘Uva’ને ‘Hi’ લખીને મોકલો
વ્હોટ્સએપ ચેટ બોટ ‘Uva’નો ઉપયોગ કરો, ‘આઇપીઓ એપ્લિકેશન’ પર ક્લિક કરો
રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઓટીપી (જનરેટ થયેલો વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી)) એન્ટર કરો
‘એપ્લાય ફોર આઇપીઓ’ પર ક્લિક કરો
તમે જે આઇપીઓમાં સબસ્ક્રાઇબ કરવા ઇચ્છતાં હોય એ પસંદ કરો
વ્હોટ્સએપ મારફતે અપસ્ટોક્સ સાથે એકાઉન્ટ ખોલવા માટેના સ્ટેપ
વ્હોટ્સએપનો ઉપયોગ કરીને ‘ઓપન એન એકાઉન્ટ’ પર ક્લિક કરો
મોબાઇલ નંબર (જનરેટ થયેલો ઓટીપી ધરાવતો) એન્ટર કરો
ઇમેલ એડ્રેસ (જનરેટ થયેલો ઓટીપી ધરાવતો) એન્ટર કરો
જન્મતારીખ એન્ટર કરો
તમારા PANની વિગત એન્ટર કરો અને પછી બોટ તમને થોડી મૂળભૂત ઔપચારિકતાઓ તરફ દોરી જશે અને પ્રક્રિયા પૂર્ણ થશે!
આ સેવાઓ અપસ્ટોક્સના તમામ રજિસ્ટર્ડ અને અન્ય બ્રોકર્સ સાથે એકાઉન્ટ ધરાવતા નોન-રજિસ્ટર્ડ યુઝર્સ માટે ખુલ્લી છે. પરંતુ ધ્યાનમાં એ રાખવાનું છે કે વ્હોટ્સએપ પર કોઈ ડોક્યુમેન્ટ અપલોડ ન કરો અને ચેટ પર એટેચમેન્ટ તરીકે કોઈ ડોક્યુમેન્ટ મોકલવા નહીં.
નવી મુખ્ય ખાસિયત એ છે કે, રોકાણકારો અપસ્ટોક્સ પર રજિસ્ટર્ડ હોય કે ન હોય, તેઓ એપ્લિકેશનની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તબક્કે વ્હોટ્સએપ ચેટ વિન્ડોમાંથી બહાર નીકળ્યાં વિના કોઈ પણ આઇપીઓમાં રોકાણ કરી શકે છે. એકાઉન્ટ ખોલવાની સંપૂર્ણ સફર સરળ, ઝડપી અને સુલભ પણ થઈ છે. વ્હોટ્સએપ મારફતે અપસ્ટોક્સમાં એકાઉન્ટ ખોલવામાં હવે ગણતરીની મિનિટો લાગશે. ‘અપસ્ટોક્સ રિસોર્સીસ’ અને ‘ગેટ સપોર્ટ’ જેવા ટેબ ગ્રાહકોને FAQsની સીધી સુલભતા પ્રદાન કરશે અને ફક્ત એક ક્લિક કરીને રિયલ ટાઇમમાં અપસ્ટોક્સ વિશે તમામ જરૂરી માહિતી આપશે.