મોંઘવારીના મોરચે આમ આદમીને લાગ્યો મોટો ઝટકો
મોંઘવારીના મોરચે તૂટ્યો 8 વર્ષનો રેકોર્ડ
એપ્રિલ 2022માં છૂટક મોંઘવારી દર વધીને 7.79 ટકા થયો
માર્ચ 2022ની તુલનાએ એપ્રિલ 2022માં છૂટક મોંઘવારી વધીને 7.79 ટકાએ પહોંચતા આમ આદમીને તગડો ઝટકો લાગ્યો છે. ગુરુવારે જારી કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર, રિટેલ મોંઘવારી દર એપ્રિલમાં વધીને 7.79 ટકા થયો છે જે માર્ચ 2022માં 6.95 ટકા હતો, આ રીતે એક મહિનામાં રિટેલ મોંઘવારીમાં લગભગ 1 ટકાનો વધારો થયો છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા મુજબ એપ્રિલમાં રીટેલ ફુગાવાનો દર વધીને 7.79 ટકા થયો છે. ઇંધણના ભાવ અને ખાદ્ય પદાર્થો મોંઘા થવાને કારણે ફુગાવાના દરમાં તીવ્ર વધારો થયો છે. કન્ઝ્યુમર પ્રાઇસ-બેઝ્ડ ફુગાવાનો આંકડો સતત ચોથા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની અપર ટોલરન્સ લિમિટથી ઉપર રહ્યો હતો.
એપ્રિલ મહિનામાં ખાદ્ય ચીજોના ફુગાવાના દરમાં તીવ્ર વધારો થયો છે. એપ્રિલમાં ખાદ્યાન્ન મોંઘવારી દર 8.38 ટકા રહ્યો હતો, જ્યારે માર્ચમાં ખાદ્યાન્ન મોંઘવારી દર 7.68 ટકા રહ્યો હતો. ફૂડ બાસ્કેટમાં વધારો ખાદ્યતેલના ભાવમાં વધારાને કારણે થયો છે. શાકભાજીના ભાવમાં ટકાવારીનો વધારો થયો છે, જ્યારે માંસ અને માછલીના ભાવમાં ટકાવારી પોઇન્ટનો વધારો થયો છે.
આરબીઆઈને કેન્દ્ર તરફથી રિટેલ મોંઘવારી રેટ 2 ટકાથી 6 ટકા વચ્ચે રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. માર્ચમાં રિટેલ મોંઘવારી દર 6.95 ટકા હતો. રેકોર્ડબ્રેક મોંઘવારી વચ્ચે ગત સપ્તાહે આરબીઆઈએ ચાર વર્ષમાં પહેલીવાર રેપો રેટ વધારવાની જાહેરાત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં ઓફ-સાયકલ મીટિંગમાં તેને 40 બેસિસ પોઇન્ટ (બીપીએસ) થી વધારીને 4.40 ટકા કરવામાં આવી છે. આરબીઆઈએ અચાનક પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની જાણકારી આપી હતી.
સપ્ટેમ્બર 2014માં રિટેલ મોંઘવારી એપ્રિલ 2022 જેટલી વધી હતી. આઠ વર્ષના સમયગાળામાં બીજી વાર રિટેલ મોંઘવારીમાં વધારો થયો છે.