ભારતનાં વિદેશી મુદ્રા ભંડાર અને ગોલ્ડ રિઝર્વમાં થયો વધારો
વિદેશી મુદ્રા ભંડાર $2.676 બિલિયન ઘટીને $593.279 બિલિયન થઈ ગયું હતુ
ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય પણ $253 મિલિયન વધીને $40.823 બિલિયન થયું છે
અગાઉ, 13 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $2.676 બિલિયન ઘટીને $593.279 બિલિયન થઈ ગયું હતુ. 6 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે $1.774 બિલિયન ઘટીને $595.954 બિલિયન થયું હતું.શુક્રવારે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર, 20 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ વધારો મુખ્યત્વે વિદેશી ચલણ એસેટ એટલે કે FCAમાં વધારો થવાને કારણે થયો હતો, રિઝર્વ બેંકે કહ્યું કે રિપોર્ટિંગ સપ્તાહમાં ભારતનું FCA $3.825 બિલિયન વધીને $533.378 બિલિયન થયું છે.
ડૉલરમાં નામાંકિત, એફસીએ વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં વધારો અથવા ઘટાડોની અસરનો પણ સમાવેશ કરે છે.ડેટા અનુસાર, રિપોર્ટિંગ સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય પણ $253 મિલિયન વધીને $40.823 બિલિયન થયું છે. રિપોર્ટિંગ સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં દેશનો SDR (સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ) $102 મિલિયન વધીને $18.306 બિલિયન થઈ ગયો છે. IMFમાં રાખવામાં આવેલ દેશનું મુદ્રા ભંડાર $51 મિલિયન વધીને $5.002 બિલિયન થયું છે.