વડાપ્રધાન મોદીએ આપ્યા સારા સમાચાર
તેલ કંપનીઓએ 10 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક 5 માહિનામાં કર્યો સિધ્ધ
ઈથેનોલના મિશ્રણથી 4100 કરોડની થઈ બચત
વિશ્વમાં પેટ્રોલની માંગ વધી રહી છે, રોજે માંગમાં વધારો જોવા મળી રહી છે, જેને કારણે ભાવમાં પણ વધારો આવી રહ્યો છે. ખાસ કરીને ભારતમાં રોજે પેટ્રોલના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે જેને કારણે મોંઘવારીમાં વધારો જોવા મળે છે. ત્યારે ભારતે પેટ્રોલના ભાવને કાબુમાં લેવા ઇથેનોલનું પ્રમાણ વધારવાનો નિર્ણય કરવ્યમાં આવ્યો છે. જેને માટે સરકારે લક્ષ્યાંક નિર્ધારિત કરેલ હતો. દિલ્હીના એક કાર્યક્ર્મમાં વડાપ્રધાને એક સારા સમાચાર આપ્યા છે. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, શની ઓઇલ કંપનીઓએ 10 ટકા ઇથેનોલ પેટ્રોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કર્યું છે. આ લક્ષ્ય 5 મહિના પહેલા જ હાંસલ કરી લીધું છે.
તમને જણાવી દઈએ કે, ઇથેનોલ પેટ્રોલ બ્લેન્ડિંગને કારણે કાર્બન ઉત્સર્જનમાં ભારે ઘટાડો થયો છે અને સાથે જ દેશના ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. મે માહિનામાં કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, રતમાં પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણનું સ્તર 9.99 ટકા પર પહોંચી ગયું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે 2030 સુધીમાં ડીઝલ સાથે બાયોડીઝલના 5 ટકા મિશ્રણનો લક્ષ્યાંક પણ રાખ્યો છે. તેલ કંપનીઓએ લગભગ 5 મહિના અગાઉથી જ 10 ટકાનો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે. ઇથેનોલ પેટ્રોલ બ્લેન્ડિંગ દ્વારા કેન્દ્ર સરકારે લગભગ 40 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.
પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમનો હેતુ ક્રૂડ ઓઇલની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને ખેડૂતોની આવક વધારવાનો છે. કેન્દ્રએ મિશ્રણને પ્રોત્સાહિત કરવા ઓક્ટોબરથી મિશ્રિત ઇંધણ પર પ્રતિ લિટર રૂ. 2 વધારાના ચાર્જની પણ જાહેરાત કરી છે. મે મહિનામાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલમાં 9.99 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે, ત્યારે જ એવું માનવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્ય સમય પહેલા પૂર્ણ થશે. ભારત 2025-2026 સુધીમાં ઇથેનોલ પેટ્રોલ બ્લેન્ડિંગના 20% મિશ્રણને હાંસલ કરવા માટે તૈયાર છે.