2022ના માત્ર પાંચ માસમાં આઈપીઓ મારફત મૂડી એકત્રિકરણ વધ્યું
માત્ર 5 માહિનામાં જ મૂડી એકત્રીકરણ 43 ટકા વધ્યું
વૈશ્વિક સ્તરે સ્લોડાઉન, ઇક્વિટી માર્કેટમાં નિરાશા છતાં કંપનીઓએ આઇપીઓમાં ઉત્સાહ દાખવ્યો
શેર માર્કેટમાં મોટાપાયે વોલેટિલિટી વચ્ચે આ વર્ષે અત્યારસુધી પ્રાઈમરી માર્કેટનું પ્રદર્શન આકર્ષક રહ્યુ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં મે સુધી 16 કંપનીઓએ આઈપીઓ મારફત રૂ. 40311 કરોડનુ ફંડ એકત્રિત કર્યુ છે. એકત્રિત રૂ, 17496 કરોડ કરતાં 43 ટકા વધુ છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના આંકડાઓ અનુસાર, 2022માં અત્યારસુધી કુલ 52 કંપનીઓએ આઈપીઓ લાવવા સેબી સમક્ષ ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. આ વર્ષે અત્યારસુધી પ્રાઈમરી માર્કેટમાંથી એકત્રિત કુલ ફંડમાંથી અડધી રૂ. 21000 કરોડ એલઆઈસીએ એકત્રિત કર્યાં છે.
વર્ષના શરૂઆતના ચાર મહિના દરમિયાન આશરે 10 આઈપીઓ યોજાયા બાદ આઈપીઓ ક્રેઝ ઠંડો પડ્યો હતો. મેમાં માત્ર ચાર આઈપીઓ યોજાયા હતા. જૂનમાં અત્યારસુધી 6 આઈપીઓ આવ્યા હતાં.
પ્રાઈમરી માર્કેટમાં અત્યારસુધી યોજાયેલા 31 આઈપીઓમાંથી 21માં લિસ્ટિંગ દરમિયાન તેજી જોવા મળી હતી. પરંતુ તેમાંથી 19ના ટ્રેડિંગમાં નેગેટિવ રહી છે. જેમાંથી અમુકની વેલ્યુએશન 33 ટકાથી ઘટી છે. પરિણામે રોકાણકારોએ મૂડી ગુમાવવા સાથે ગોફણ ખાવાનો વારો આવ્યો છે.