પેટ્રોલમાં 9.99% ઇથેનોલનું મિશ્રણ
ડીઝલ સાથે બાયોડીઝલના પણ 5 ટકા મિશ્રણનું લક્ષ્યાંક
બિન-મિશ્રિત ઇંધણ પર પ્રતિ લિટર રૂ. 2ની વધારાની ડ્યુટી
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારતમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનું સ્તર 9.99 ટકા પર પહોંચ્યું છે. ભારતે 2022ના અંત સુધીમાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણ અને 2030 સુધીમાં 20 ટકા મિશ્રણનું લક્ષ્ય રાખ્યું હતું. કેન્દ્ર સરકારે 2030 સુધીમાં ડીઝલ સાથે બાયોડીઝલના પણ 5 ટકા મિશ્રણનું લક્ષ્યાંક રાખ્યું છે.કેન્દ્રએ મિશ્રણને પ્રોત્સાહિત કરવા માટે ઓક્ટોબરથી શરૂ થતા બિન-મિશ્રિત ઇંધણ પર પ્રતિ લિટર રૂ. 2ની વધારાની ડ્યુટીની જાહેરાત કરી છે.
ઇથેનોલ સંમિશ્રણ કાર્યક્રમનો હેતુ ક્રૂડ ઓઇલની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને ખેડૂતોની આવક વધારવાનો છે.પુરીએ સોમવારે ટ્વીટ કરીને ઉમેર્યું હતું કે ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલમાં 9.99% ઇથેનોલનું સંમિશ્રણ પ્રાપ્ત થયું છે, જે વર્ષના અંતના લક્ષ્ય કરતાં ઘણું વધારે છે,” ભારત 2025-2026 સુધીમાં 20 ટકા સંમિશ્રણ હાંસલ કરવાના માર્ગ પર છે.