RBIનો નવો નિયમ જાહેર
બેંકોને આપ્યા આ આદેશ
આવી નોટ હવે અનફિટ જાહેર થશે
રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્યા છે. આરબીઆઈએ બેંકોને આ નિર્દેશ આપ્યો છે કે, તે દર 3 મહિને અનફિટ નોટોને અલગ કરવાના મશીનની તપાસ કરે. આરબીઆઈએ નોટોને અલગ કરવા માટે કુલ 10 માપદંડો નિર્ધારિત કર્યા છે. જેના દ્વારા બેંક યોગ્ય નોટની ઓળખાણ કરી શકશે. RBIના આ નિયમને એટલા માટે જાહેર કર્યો છે જેથી સાફ અને સ્વચ્છ નોટોની ઓળખાણ થઈ શકે અને તેને રિસાઈકલ કરવામા મુશ્કેલીનો સામનો ન આવે. તો આવો જાણીએ તેમના માપદંડો વિશે જેના દ્વારા એ જાણી શકાય છે કે, કઈ નોટ અનફિટ છે.
અનફિટ નોટોની સંખ્યા બતાવાની રહેશે
RBIએ બેંકોને એક સર્કુલર જાહેર કરીને આ જાણકારી આપી છે કે આરબીઆઈની પાસે હવે બેંકોએ નોટનો ફિટનેસ રિપોર્ટ જમા કરાવાનો રહેશે. તેની સાથે જ અલગ કરવામા આવેલી નોટોની સંખ્યા પણ જણાવાની રહેશે. ત્યાર બાદ આરબીઆઈ આ નોટોમાં ફેરફાર કરીને તેને ફિટ બનાવશે. ત્યાર બાદ તેને માર્કેટમાં ફરી વાર લોન્ચ કરવામાં આવશે.
આવી રીતે થશે અનફિટ નોટોની ઓળખાણ
• જો નોટ બહું ગંદી થઈ ગઈ હોય અને તેમાં વધારે ધૂળ લાગી હોય તો, આવી સ્થિતિમાં નોટને અનફિટ માનવામાં આવશે
• ઘણી વાર લાંબા સમય સુધી માર્કેટમાં રહેવાના કારણે નોટો લૂઝ અથવા ઢીલી થઈ જાય તો, આવી નોટ પણ અનફિટ થશે
• કિનારાથી લઈને વચ્ચે પણ નોટો ફાટેલી હોય તેને પણ અનફિટ જાહેર કરવી
• જો નોટમાં બનેલા ડોગ ઈયર્સનો એરિયા 100 વર્ગ મિલીમિટરથી વધારે અનફિટ માનવામાં આવશે
• જે નોટ પર 8 વર્ગ મિમીથી વધારે કાણુ હોય તો, તેને અનફિટ નોટ માનવામાં આવશે
• નોટ પર વધારે દાગ અને ધબ્બા કે પેનની શાહી લાગી હોય તો તે નોટ પણ અનફિટ જાહેર થશે
• નોટનો રંગ ઉડી ગયો હોય તો તેને પણ અનફિટ જાહેર કરવી
• નોટ પર ટેપ, ગુંદર જેવી વસ્તુ લાગી હોય તેને પણ અનફિટ જાહેર કરવી
• જો નોટનો રંગ બદલાઈ જાય તો તેને પણ અનફિટ જાહેર કરવી