શેરબજારમાં સપ્તાહનાં અંતમાં ભારે કળાકો નોંધાયો છે. જેને કારણે રોકાણકારોને દિવાળી સમયે રોવાનો વારો આવ્યો છે. સેન્સેકસમાં ૭૦૦ પોઈન્ટનો કડાકો થતા રોકાણકારોની દિવાળી બગડે તેવા સંકેત છે.
બેંકીંગ ક્ષેત્રે ઈન્ડસીડના પરિણામોએ રોકાણકારોનો મુળ વધુ બગાડયો છે. સેન્સેક્સ અને નીફટીમાં કડાકાથી શેરબજારના માર્કેટ કેપ રૂા .43.61 લાખ કરોડના નવા નિચા સ્તરે પહોંચી ગયું છે. 25 ઓક્ટોબરે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 79.620ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24.250નાં સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ 3૦ શેરોમાંથી 21 એ વધી રહ્યો છે અને 9 પર ઘટી રહ્યો છે. નિફ્ટી 50 શેરોમાંથી 30 એ વધી રહ્યો છે અને 20 એ ઘટી રહ્યો છે. રોકાણકારોએ 8 લાખ કરોડ 2 કલાકમાં જ ગુમાવ્યા પછી બેંકીંગ શેરોમાં આઇ.સી.આઇ.સી.આઇ માં પણ ઘટાડો નોંધાયો. આ પહેલા સેન્સેક્સ 16 પોઈન્ટના ઘટાડા સાથે 80,065 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 36 પોઇન્ટ ઘટીને 24,399 ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19માં ઉછાળો અને 11માં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ઓટો શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. એફએમસીજી અને આઈટી શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
શેર બજાર તુટવાનાં કારણો
શેરબજાર માટે ઓક્ટોબર મહિનો અશુભ રહ્યો છે. છેલ્લા એક માસમાં મોટાપાયે મંદીનું જોર વધ્યું છે. આ સપ્તાહે જ રોકાણકારોના 21.47 લાખ કરોડ ધોવાયા છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે 1 ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થયા. શેરબજારમાં આટલા મોટા કડાકા પાછળ આ કારણો જવાબદાર હોવાનું માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે.
ઇઝરાયલ ઈરાન તણાવ,
બાંગ્લાદેશમાં સત્તાપલટ
અમેરિકાની આર્થિક ચિંતા
કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામ
એફઆઈઆઈની વેચવાલી
જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ
ઊંચા વોલ્યૂમમાં પ્રોફિટ બુકિંગ
યુએસ ચૂંટણી 2024