ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત બે-બે હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે
31 મે 2022 ના રોજ 11 મો હપ્તો મોકલવામાં આવ્યો હતો
10 કરોડ ખેડૂતોના ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવ્યા હતા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં 31 મે 2022 ના રોજ 2 હજાર રૂપિયાનો હપ્તો મોકલાવવામાં આવ્યો હતો. આ યોજના મુજબ એક વર્ષમાં ત્રણ વખત ચાર-ચાર મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં બે-બે હજાર કરીને કુલ 6 હજારની રકમ મોકલવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત બે-બે હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે.
હાલ જ નરેન્દ્ર મોદી આ યોજનાની સફળતાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. એમને ટ્વિટ કરતાં કહ્યું હતું કે, ‘ આપણા ખેડૂત ભાઈ બહેનો પર દેશને ગર્વ છે. એ લોકો જેટલા સશક્ત હશે એટલો જ આપનો દેશ સમૃધ્ધ થશે. મને એ વાતની ખુશી છે કે પીએમ કિસાન સન્માન નિધિ અને ખેતીથી જોડાયેલ અન્ય ઘણી યોજનાઓ દેશના કરોડો ખેડૂતોને નવી તાકાત આપી રહી છે.
ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તેમની બનતી કોશિશ કરે છે અને નવી નવી યોજનાઓ બનાવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ એક એવી જ યોજના છે. જેની હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે. જે ખેડૂતોએ કેવાયસી કરવી લીધું છે એમને જલ્દી જ 12 મો હપ્તો પણ મળી રહેશે.
हमारे किसान भाई-बहनों पर देश को गर्व है। ये जितना सशक्त होंगे, नया भारत भी उतना ही समृद्ध होगा। मुझे खुशी है कि पीएम किसान सम्मान निधि और कृषि से जुड़ी अन्य योजनाएं देश के करोड़ों किसानों को नई ताकत दे रही हैं। pic.twitter.com/xMSrBrbLT5
— Narendra Modi (@narendramodi) April 10, 2022
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં 31 મે 2022 ના રોજ 11 મો હપ્તો મોકલવામાં આવ્યો હતો. એ સમય દરમિયાન 10 કરોડ ખેડૂતોના ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવ્યા હતા. દ્વિતીય વર્ષમાં 1 એપ્રિલથી 31 જુલાઇ સુધી પહેલો હપ્તો. 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી બીજો હપ્તો અને 1 ડિસેમ્બર થી 31 માર્ચ સુધી ત્રીજો હપ્તો મોકલવામાં આવે છે. દર મહિના લેખે 500 રૂપિયા કરીને ચાર મહિનાના 2000 રૂપિયા એકસાથે મોકલવામાં આવે છે.
કેવી રીતે ચેક કરી શકશો સ્ટેટ્સ
- પીએમ કિસાનની વેબસાઇટ પર જવું
- ત્યાં ફોર્મર કોર્નર પર ક્લિક કરવું
- એ પછી બેનિફિશિયર સ્ટેટ્સના ઓપ્શન પર ક્લિક કરો
- નવું પેજ ખૂલવા પર આધાર અને મોબાઈલ નંબર અપલોડ કરો
- એ સબમિટ કરવા પર તમારા સ્ટેટ્સની માહિતી મળી રહેશે.