RBIએ જણાવ્યું કે SGBના 8 વર્ષના પીરિયડ માટે જાહેર થશે.
મિનિમમ એક ગ્રામ ગોલ્ડમાં રોકાણ કરી શકાય છે
કુલ 12,991 કરોડ રૂપિયાનો બોન્ડ જાહેર કરવામાં આવ્યો હતો
RBIએ જણાવ્યું કે SGBના 8 વર્ષના પીરિયડ માટે જાહેર થશે. જેમાં હોલ્ડરની પાસે 5 વર્ષ બાદ સમય પહેલા વિમોચનનું ઓપ્શન હાજર રહેશે અને જેમાં મિનિમમ એક ગ્રામ ગોલ્ડમાં રોકાણ કરી શકાય છે. RBIએ જણાવ્યું કે સૉવરેન ગોલ્ડ બૉન્ડની 2021-22 સીરીઝમાં કુલ 10 હપ્તા જાહેર કરવામાં આવ્યાં હતા. આ દરમ્યાન કુલ 12,991 કરોડ રૂપિયાનો બોન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ બૉન્ડ બેંકો , સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ, ક્લિયરિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જના માધ્યમથી વેચવામાં આવશે.
સૉવરેન ગોલ્ડ બોન્ડમાં તમે મિનિમમ પૉસિબલ ઈન્વેસ્ટમેન્ટ 1 ગ્રામ સોનુ હશે. નાણા મંત્રાલયે જણાવ્યું કે રોકાણકારોને 2.5 ટકા વાર્ષિક નિશ્ચિત દરથી નામમાત્ર મૂલ્ય પર ચૂકવણી કરવામાં આવશે. સૉવરેન ગોલ્ડ બોન્ડમાં દરેક વર્ષમાં રોકાણની મહત્તમ મર્યાદા વ્યક્તિગત અને HUF માટે 4 કિલોગ્રામ, ટ્રસ્ટ અને આવી અન્ય સંસ્થાઓ માટે 20 કિલોગ્રામ હશે.