- ફુગાવો, વપરાશ માગ, વ્યાજના દરો જેવાં જોખમો વધશે
- કાચા માલના ભાવો, વ્યાજના દરો પડકારરૂપ
- આગામી નાણા વર્ષમાં રેપોરેટ 100 બીપીએસ વધવાની સંભાવના
દેશ માટે સારા કહી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે. દેશની આર્થિક સ્થિતિ સુધરી રહી છે તેમ દેશના જીડીપીમાં પણ વધારો થઈ રહયો છે. નવુ વર્ષ છેલ્લા બે વર્ષની તુલનાએ આર્થિક વૃદ્ધિ, ફુગાવો અને ખાસ કરીને વપરાશની માંગ પર નાણાકીય નીતિ સામાન્ય થવાના તેમજ બાહ્ય જોખમો સાથે વધુ જોખમભર્યું રહેવાના અહેવાલો સાથે વોલ સ્ટ્રીટ બ્રોકરેજે આગામી નાણાકીય વર્ષમાં 8.2 ટકાના દરે જીડીપી ગ્રોથ થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અંદાજમાં સૌથી મોટું જોખમ વપરાશ માગમાં નોંધાયેલો ઘટાડો છે. જે છેલ્લા ઘણા વર્ષોથી વૃદ્ધિ માટે મુખ્ય પ્રેરક રહી છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ઇન્ડિયા હાઉસના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં પણ વપરાશની માંગ વૃદ્ધિનું મુખ્ય પ્રેરક રહેશે. આગામી નાણાકીય વર્ષમાં સબસિડીના નીચા દરોના કારણે એકંદરે ગ્રોસ વેલ્યુ એડ ગ્રોથ વધુ રહેશે.
આરબીઆઈએ આગામી નાણા વર્ષમાં રેપોરેટ 100 બીપીએસ વધારવાની સંભાવના વ્યક્ત કરી છે. ફુગાવો અને મોનેટરી પોલિસી નોર્મલાઇઝેશનની કન્ઝ્યુમર ડિમાન્ડ પર પ્રતિકૂળ અસરો કરશે. જેથી અર્થશાસ્ત્રીઓએ કન્ઝ્યુમર ડિમાન્ડ મોટાપાયે ઘટવાની ભીતિ વ્યક્ત કરી છે. નીચા ધિરાણ દરોની સુવિધા આપતી અનુકૂળ નાણાકીય નીતિ આગામી નાણાકીય વર્ષમાં પૂર્ણ થશે. બીજી બાજુ રિકવર થતી ગ્રાહકોની માગ વચ્ચે રો મટિરિયલ્સના વધતા ભાવો મોટો પડકાર બન્યાં છે. ઉત્પાદન ખર્ચ વધતાં તેનો સીધી બોજો ગ્રાહકો પર આવ્યો છે. જે ફુગાવામાં 5.6 ટકા સુધીનો વધારો કરી શકે છે.